Abtak Media Google News
  • ટ્રાફિકની સમસ્યા અંગે પોલીસની અનોખી પહેલ
  • વાહનચાલકોને દંડ ફટકારવાના બદલે વૃક્ષના રોપા અપાયા
  • પર્યાવરણની જાળવણીના હેતુ સાથે રોપા વિતરણ

ગાંધીધામ ન્યુઝ : ગાંધીધામ A ડિવિઝન પોલીસે દર્શાવ્યો હતો અનોખો પર્યાવરણ પ્રેમ વાહનચાલકોને દંડ ફટકારવાના બદલે વૃક્ષના રોપા આપીને ટ્રાફિક નિયમનની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચનાથી ગાંધીધામ A ડિવિઝનના PI એમ. એન. દવેના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે ટ્રાફિક જાળવણી અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gandhidham Police Showed A Unique Love For The Environment

આ અનોખા આયોજનમાં પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો સામે શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહીને બદલે વૃક્ષોના રોપા આપી ટ્રાફિક નિયમનનુંપાલન કરવા જણાવ્યું હતું સાથે સાથે પર્યાવરણની જાગૃતિ પણ કેળવી હતી. ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમનની જાળવણી ન કરવામાં આવતા આ સમસ્યા વધુ વકરે છે ત્યારે ગાંધીધામ એડિવિઝન પોલીસે એક સાથે બે હેતુ જળવાય તેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ટ્રાફિક નિયમનનું પાલન ન કરતા

વાહન ચાલકો સામે દંડાત્મક કે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બદલે તેમને અલગ અલગ વૃક્ષોના રોપાનું વિતરણ કરી ટ્રાફિક નિયમનનું પાલન કરવા જણાવ્યું હતું .સાથે સાથે વધતા પ્રદૂષણ સામે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય અને તેને જાળવણી કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે આવા વાહન ચાલકોને વૃક્ષના રોપવાનું વિતરણ કરી પર્યાવરણ જાળવણી માટેની અનોખી પહેલ કરી હતી.

Gandhidham Police Showed A Unique Love For The Environment

સામાન્ય રીતે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે.જયારે ગાંધીધામ A ડિવિઝન પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની બદલે ટ્રાફિક નિયમનનુંપાલન કરવા જણાવવામાં આવ્યું હતું. સાથોસાથ પર્યાવરણની પણ જાળવણી થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.