છ વાહનો મળી રૂા.1.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ગાંધીધામ તેમજ આદીપુર બસ સ્ટેશન માંથી મોટર સાઈકલ વાહનની ચોરી કરતા ઈસમને પકડી પાડી કુલ્લ- 6 વાહનો કબ્જે બી ડીવીઝન પોલીસે કર્યો છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી વણશોધાયેલ મિલક્ત સબંધી/વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી સંડોવાયેલ ગુનાહિત પ્રવુતિ કરતા આરોપીઓ ઉપર જરૂરી વોચ રાખવા સારૂ સુચના આપેલ હોવાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા બી ડિવિઝન પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય અને તાજેતરમાં ગાંધીધામ બસ સ્ટેશનમાં ફરીયાદીએ પાર્ક કરેલ મોટર સાઈકલની કોઈ અજાણ્યા ચોર ઇશમ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય જે વણશોધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ચોરી કરેલ એચ.એફ.ડીલેક્ષ મોટર સાઈકલ સાથે હેતુભા મહોબતસિંહ વાઘેલા ઉ.વ.32 રહે- મુજપુર તા- સમી જી-પાટણ વાળાને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી તેની વધુ પુછપરછમાં તેણે આદીપુર તેમજ ગાંધીધામ બસ સ્ટેશન માંથી ચોરી કરેલ અન્ય વધુ- 5 (પાંચ) મોટર સાઈકલ એમ કુલ 1,02,000 ના છ વાહનો કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા, પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.