ભારતી માખીજાણી, ગાંધીધામ
VISWAS પ્રોજેકટનો વધ્યો વિશ્વાસ “નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ગાંધીધામ શહેર ખાતેના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી પોલીસએ કરી સરાહનીય કામગીરી છેક રાજસ્થાનથી ગુમ થયેલી યુવતીને શોધી કાઢી. આ યુવતી ચંદન નામના એક યુવક સાથે કરધનીથી પાલનપુર રેલ્વે મારફતે આવેલ અને ત્યારબાદ પાલનપુરથી ગાંધીધામ એસ.ટી. બસ મારફતે આવેલ હતા.
આ બાબતે તપાસ કરનાર અધિકારીએ “નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ગાંધીધામનો સંપર્ક કરી ગાંધીધામ શહેર ખાતે લાગેલ CCTV કેમેરા તથા ગાંધીધામ બસ સ્ટેશન ખાતેના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી આ યુવતીને શોધખોળ દરમ્યાન હ્યુમન રીસોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી તથા CCTV કેમેરાના ફૂટેજની મદદથી શોધી કાઢી પરત કરધની ખાતે લઇ જઇ આ યુવતીને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
કામગીરીમાં જોડાયેલ અધિકારી તથા કર્મચારીઓ
(૧) પો.સ.ઇ. જે. જી. રાજ
(૨) પો હે.કોન્સ. જયપ્રકાશ યુ. અબોટી
(૩) પો.કોન્સ. રોહિતસિંહ જે. પરમાર
(૪) પો.કોન્સ. દિપાભાઇ એ. રબારી
(૫) પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ કે. ગોહિલ
(૬) જુનિયર ઇન્જીનીયર નિલેશ એ. સોસા
(૭) નેટવર્ક ઈન્જીનિયર કૈવલ આર. સોલંકી