ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લાના તમામ શહેર તથા ગામડાઓમાં વિવિધ ધંધા-વ્યવસાય સાથે સંકડાયેલા લોકો સાથે છેતરપીંડી અથવા ઠગાઈના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ભોગ બનનાર તેની મુકત મને રજૂઆત કરી શકે તે માટે અને દરેક નાગરિકોને મદદરૂપ થવા પૂર્વ કચ્છ-પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા લોકોની રૂબરૂ રજૂઆત સાંભળવા પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે, પૂર્વ કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 50થી વધુ અરજદારો રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેમજ આ રજૂઆતો અંગે યોગ્ય કાર્યવાહી ક૨વામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, પૂર્વ કચ્છ જિલ્લાના તમામ શહેર તથા ગામડાઓમાં વિવિધ ધંધા-વ્યવસાય સાથે સંકડાયેલા લોકો સાથે છેતરપીંડી અથવા ઠગાઈ થયેલ હોય અને ભોગ બનનાર તેની મુકતમને રજૂઆત કરી શકે તે માટે દરેક નાગરિકોને મદદરૂપ થવા માટે પૂર્વ કચ્છ-પોલીસ અધિક્ષક, સાગર બાગમાર દ્વારા લોકોની રૂબરૂ રજૂઆત સાંભળવા પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કચ્છના તમામ શહેર તથા ગામડા વિસ્તારમાં રહેતા લોકો મુકત મને જોડાયા હતા. આ તકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે, પૂર્વ કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 50 જેટલા અરજદારો રજૂઆત કરવા માટે આવ્યા હતા જેમાંથી અમુક સાયબર ક્રાઇમનો ભોગ બનનાર પણ હતા. વધુમાં તેમને જણાવ્યું કે,અરજદારો દ્વારા જે રજૂઆત ક૨વામાં આવી છે તે બાબતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ક૨વામાં આવશે.
ભારતી મખીજાણી