આ તો ટેલર છે વ્યાજ સહિત પોણા બે કરોડ તૈયાર રાખજે તેમ કહી પાંંચ શખ્સોએ ઓફીસમાં લુંટ ચલાવી

અબતક, રાજકોટ

કચ્છ જીલ્લાના કંડલા પોર્ટ નજીક પરફેકટ ક્ધટેનર ટર્મીનલમાં પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને પાંચ શખ્સોએ આંતક મચાવી તોડફોડ કરી રૂપિયા ૭૦ થી ૮૦ હજારનું નુકશાન કરી હાર્ડ ડીસ્કની લુંટ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગાંધીધામ એમ્પાયર હોટલ પાસે રહેતા અને કોલસાનો વેપાર કરતા ભરત મેઘજીભાઇ શાહ (ઉ.વ.પપ)એ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દર્શક ધોળકીયા અને ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીએ ધંધા માટે થોડા સમય પહેલા દિશાંત ગઢવી પાસેથી ૩પ લાખ હાથ ઉછીના લીધા હતા જે પેટે ૧પ લાખ પરત ચુકવી દીધા હતા. અને ર૦ લાખ દેવાના બાકી હોય દિશાંત ગઢવીએ ર૦ લાખનો હવાલો દર્શક ધોળકીયાને આપ્યો હતો.

પૈસાની પઠાણી ઉઘરાણી કરવા દર્શન ધોળકીયા સહીતના પાંચ શખ્સો કારમાં ફરીયાદીના પુત્ર કૌશલની કંડલા પાસે આવેલ પરફેકટ ક્ધટેનર ટર્મીનલ નામની ઓફીસમાં ધસી જઇ ધોકા વડે તોડફોડ કરી કોમ્પ્યુટર, લેપટોપ તોડી નાખી ૭૦ થી ૮૦ હજારનું નુકશાન કર્યુ હતું. અને સી.સી. ટીવી.  કેમેરા તેમ હાર્ડડીશની લુંટ ચલાવી હતી.

આ બનાવની ફરીયાદી વેપારીને જાણ થતાં દર્શક ધોળકીયાને ફોન કરતા આ તો ફકત ટેલર છે ફરીયાવ આવતીકાલે આવીશું વ્યાજ સહીત પોણા બે કરોડ લેવાના છે તેમ કહી ધમકી આપી જતા રહ્યા હતા.

આ ઘટના અંગે કંડલા મરીન પોલીસે ધાડની ગુનો નોંધી વિશેષ તપાસ પી.આઇ. કે.પી. સાગઠીયા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.