- ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- ડૉ બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે કરાયું આયોજન
- બહોળી સંખ્યામાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
Gandhidham News : ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન ડૉ બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરીની સાથે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, જનકસિંહ જાડેજા, ધવલ આચાર્ય, ઘેલા આહીર, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, અબડાસાના ધારાસભ્ય પ્રધુમ્નસિંહ જાડેજા, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, ભાજપના પદાધિકારીઓમાં પંકજભાઈ ઠક્કર, બાબુ ગુજરીયા, ઉમિયાશંકર જોશી વાઘજી છાંગા, મોમાયભા ગઢવી, શંભુ આહિર સહિત સમગ્ર કચ્છના સર્વે તાલુકાના ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, નગરપાલિકાના કાઉન્સિલરો અન્ય રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
આ તકે માલતી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી માટે હંમેશાં ભારતીય જનતા પાર્ટી સજ્જ છે જે છેલ્લા 30 વર્ષથી સેવા કરી રહી છે. નવું વર્ષ વધુ સુખદાયી અને લાભદાયી નીવડે તેવી શુભકામના પાઠવી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી