પાંચ ઘરફોડ ચોરી કબુલી
ગાંધીધામ એલસીબીએ એક રીઢા તસ્કરને પકડી પાડયો હતો. આ તસ્કરે પાંચ ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી.
એલસીબી ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે રીઢો તસ્કર સુરેશ મોહનભાઇ કોલી રહે.પલાસવા તા.રાપર વાળો રાપર ખાતે આવેલ હોય આરોપી રાપર ખાતેથી પકડી પકડી પાડેલ આ આરોપી અગાઉ પણ અસંખ્ય ઘરફોડ ચોરીમાં પકડાઇ ચુકેલ છે પુછપરછ કરતા આરોપીએ પુર્વ કચ્છ જિલ્લામાં પોતે કરેલ પાંચ ઘરફોડ ચોરીની કબુલાત આપતા તેમજ ચોરીમાં મેળવેલ સોના ચાંદીના દાગીના અલગ – અલગ સોનીઓને વેચી નાખેલાની કબુલાત આપતા આરોપીને કોવીડ -૧૯ નો ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી અર્થે સામખયાળી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે . પકડાયેલ આરોપી સુરેશ મોહનભાઇ કોલી દિવસ – રાત્રિ દરમ્યાન બંધ મકાનને ટાર્ગેટ કરી દિવાલ કુદી ઘરમાં પ્રવેશી મકાનનું તાળુ લોખંડના સળીયાથી તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાની ટેવ ધરાવે છે . ડીટેકટ થયેલા ઘરફોડ ચોરીનાં ગુનાઓ સામખયાળી પોલીસ સ્ટેશન, રાપર પોલીસ પોલીસ સ્ટેશન આડેસર પોલીસ સ્ટેશન માં અનેક ચોરીના ગુનાહો માં સંડોવાયેલ છે હવે આગળની તપાસ સામખયાળી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો