- પડાણા ગામ મધ્યે આવેલ કચ્છ કેમિકલ્સ ઇન્ડક્સ્ટ્રીઝ દ્વારા જળ જમીનને વાયુ પ્રદૂષિત
- જમીન અને વાયુ પ્રદુષિત અંગે ધારણા કરાઈ
- કંપનીના મેનેજરને લેખિતમાં રજુઆત કરાઈ
ગાંધીધામ તાલુકાના પડાણા ગામ મધ્યે આવેલ કચ્છ કેમિકલ્સ ઇન્ડક્સ્ટ્રીઝ દ્વારા જળ જમીન વાયુને પ્રદૂષિત થાય છે. તેમજ ગૌચર જમીન પર દબાણ કરીને કેમિકલ્સ ડાટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જમીનોમાં કેમિકલની ભયંકર અસર જોવા મળી રહી છે. જમીન બજર બની ગઈ છે તેમજ કુવા તળાવો બોરમાં કેમિકલ જોવા મળી રહ્યા છે. જે વન્ય જીવો તેમજ માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહી છે. જો કંપની સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી દિવસોમાં કેન્સરથી ભયંકર રોગચાળો ફાટી નીકળશે. તે મુદ્દે આજે પ્રતીક ધારણા કરવામાં આવી હતી. તેમજ કંપનીના મેનેજરને લેખિત રજુઆત પણ કરાઈ હતી.
મળતી મહિતી મુજબ, ગાંધીધામ તાલુકાના પડાણા ગામ મધ્યે આવેલ કચ્છ કેમિકલ્સ ઇન્ડક્સ્ટ્રીઝ દ્વારા જળ જમીન વાયુને પ્રદૂષિત કરી રહી છે. તેમજ ગૌચર જમીન પર દબાણ કરી ને કેમિકલ્સ ડાટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ તે મુદ્દે પ્રતીક ધરાણા કરવામાં આવ્યા અને કંપનીના મેનેજરને લેખિત રજુઆત કરાઈ હતી.
કચ્છ કેમિકલ ઇન્ડક્સ્ટ્રીઝ કંપની દવારા ગેરકાયદેસર રીતે કચ્છના પર્યાવરણને ભયંકર નુકસાન કરી રહી છે. ત્યારે આજુબાજુની જમીનોમાં કેમિકલની ભયંકર અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત જમીન બજર બની ગઈ છે. તેમજ કુવા તળાવો બોરમાં કેમિકલ જોવા મળી રહ્યા છે, જે વન્ય જીવો તેમજ માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહી છે. જો કંપની સામે કડક કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી દિવસોમાં કેન્સરથી ભયંકર રોગચાળો ફાટી નીકળશે તેની જીમેવારી કંપની તેમજ તંત્રની રહેશે.
ગામ ભીમાસરના ઉપ સરપંચ જીવા રબારી, હરિ પરમાર,વિક્રમ આહીર, સાથે સામાજિક કાર્યકર્તા નીલ વિઝોડા, દવારા ઉગ્ર રજુઆત કરાઈ હતી. જેમાં સંજય મહેશ્વરી, દિનેશ, ભીમજી,જીતુ દાફડા,દિનેશ ચૌહાણ, સુરેશ, જીતુ દાફડા,ભીમજી બોચિયા,હમીર,મગા દાફડા,કલ્પેશ મેરિયા,શકર પરમાર,સની રાઠોડ,દીપક,મુકેશગર બાવાજી,અંકિત,પ્રવિણ,મેહુલ આહીર દવારા રજુઆત કરાઈ હતી. અને આ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી