- સીટી ટ્રાફિક પોલીસે તાપમાં રાહત આપતી ઠંડી છાસ વિતરણનું સેવા કાર્ય કર્યુ શરુ
- “જન સેવા એજ પ્રભુ સેવા”ની ભાવના સાથે કરાયું છાસ વિતરણ
- રાહદારીઓ અને વટેમાર્ગુઓએ બહોળી સંખ્યામાં લીધો લાભ
ઉનાળાની શરૂઆત સાથે જ ધોમ ધખતો તાપમાં તાપ પડી રહ્યો છે. ત્યારે લોકો સરાહનીય કામ કે સેવા કરતાં હોય છે. આ દરમિયાન ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસે પ્રખર તાપમાં રાહત આપતી ઠંડી છાસ વિતરણનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ લોકોએ સેવાકાર્ય બિરદાવ્યુ હતું.
સમગ્ર રાજ્યમાં હાલ હિટવેવ પરિસ્થિતિ વચ્ચે અસહ્ય લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે પ્રખર તાપમાં લોકોને રાહત મળે તે હેતુસર “જન સેવા એજ પ્રભુ સેવા”ની ભાવના સાથે ગાંધીધામ સીટી ટ્રાફિક ઇન્ચાર્જ PSI ડી.જે. પ્રજાપતિ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા રોટરી સર્કલ સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ઠંડી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની આ સેવા કાર્યનો રાહદારીઓ અને વટેમાર્ગુઓ લાભ લઈ રહ્યા છે. જે ધોમ-ધખતા તાપમાં લોકોને મોટી રાહત આપી રહી છે.
ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસે પ્રખર તાપમાં રાહત આપતી ઠંડી છાસ વિતરણનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ લોકોએ સેવાકાર્ય બિરદાવ્યુ હતું.
સમગ્ર રાજ્યમાં હાલ હિટવેવ પરિસ્થિતિ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે પ્રખર તાપમાં લોકોને રાહત મળે તે હેતુસર “જન સેવા એજ પ્રભુ સેવા”ની ભાવના સાથે ગાંધીધામ સીટી ટ્રાફિક ઇન્ચાર્જ PSI ડી જે પ્રજાપતિ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ચિત્રા રાજુ પવારની યાદમાં તેમના પરિવારના સહયોગથી રોટરી સર્કલ સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ઠંડી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 4-5 દિવસથી કચ્છનું તાપમાન પણ 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેને લઈ લોકો ગરમીથી ત્રસ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા લોકો માટે નિશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. પોલીસની આ સેવા કાર્યનો રાહદારીઓ અને વટેમાર્ગુઓ લાભ લઈ રહ્યા છે. જે ધોમ ધખતા તાપમાં લોકોને મોટી રાહત આપી રહી છે.
અહેવાલ : ભારતી માખીજાણી