ગઠીયાએ લોન એજન્ટની ઓળખ આપી મહિલાને શોરૂમમાંથી નવી કાર અપવવાનું કહી ડાઉન પેમેન્ટના નામે પૈસા પડાવ્યા
ગાંધીધામમાં બી.ડી.આકાશગંગા સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મહિલાને એક ગઢીયાએ પોતે લોન એજન્ટ હોવાની ઓળખ આપી તેમને નવી સ્કોર્પિયો કાર શોરૂમમાંથી અપાવી દેવાની લાલચ આપી તેમની પાસેથી ડાઉન પેમેન્ટ ના નામે કટકે કટકે ઓનલાઈન રૂપિયા 7.30 લાખ પડવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર આકાશગંગા સોસાયટીમાં રહેતા ગીતાબેન ભોમસિંઘ ઘોઘલિયાએ પોતાની ફરિયાદમાં આરોપીમાં ભુજમાં અરિહંત નગર પાણીના ટાંકા પાસે રહેતા ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે તેઓને પોતાના માટે નવી સ્કોર્પિયો કાર લેવી હોવાથી તેને પંજાબ બેંકમાં લોન માટે એપ્લાય કર્યું હતું પરંતુ તેઓની લોન પાસ થઈ ન હતી જેથી તે તેના મિત્રના મારફત ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ગઠીયા સાથે કોન્ટેક્ટમાં આવી હતી અને ધર્મેન્દ્રસિંહ એ તેને પોતે લોન એજન્ટ હોવાની ઓળખ આપી પોતે લોન પાસ કરાવી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો ત્યારે થોડા દિવસો બાદ ધર્મેન્દ્રસિંહ એ મહિલાને ડાઉટ પેમેન્ટ ના નામે કટકે કટકે રૂપિયા 7.30 લાખુ કરાવ્યા હતા. અને જો મહિલા ગાડીનું કાહેતા તો તેને જુઠા વાયદા કર્યા રાખતો હતો જેથી મહિલાએ ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેન્દ્રસિંહ સામે ગુનો નોંધી તેની શોધહાથ ધરી છે.