ગળપાદર જવા રિક્ષામાં બેઠેલા મુસાફરને ભચાઉ તરફ લઇ જઇ ચાર શખ્સો મોબાઇલ અને રોકડ લૂંટી ભાગી ગયા
પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક ગોકુલ હોટલ પાસે ગળપાદર જવા રિક્ષામાં બેઠેલા મુસાફરને ભચાઉ તરફ લઇ જઇ ચાર શખ્સોએ છરી બતાવી ધમકી દઇ રોકડ અને મોબાઇલ મલી રૂા.25 હજારની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બનાસકાંઠાના દિયોદર પાસે વડીયા ગામના વતની અને ગાંધીઘામમાં ગળપાદર રહી મજુરી કામ કરતા ચંદ્રકાંત સોહનલાલ વ્યાસ નામના 35 વર્ષના યુવાને રિક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ રૂા.10 હજાર રોકડા અને રૂા.15 હજારની કિંમતનો મોબાઇલ મળી રૂા.25 હજારની લૂંટ ચલાવ્યાની ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચંદ્રકાંતભાઇ વ્યાસ ગઇકાલે પોતાના વતનથી ટ્રેનમાં ગાંધીધામ આવ્યા બાદ ગોકુલ હોટલ પાસે ઉભા રહી ગળપાદર તરફ જવાની રિક્ષામાં રાહમાં હતો ત્યારે ત્રણ મુસાફર સાથે એક રિક્ષા ચાલક ત્યાં આવ્યો હતો અને તેને ગળપાદર જવાનું કહેતા રિક્ષામાં બેસી ગયા બાદ રિક્ષા ચાલક ગળપાદર તરફ જવાના બદલે ભચાઉ તરફ લઇ જઇ છરી બતાવી રૂા.10 હજાર અને રૂા.25 હજારની કિંમતના મોબાઇલ મળી રૂા.25 હજારની મત્તાની લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.આઇ. એ.બી. પટેલ સહિતના સ્ટાફે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.