- દિવાળી તહેવાર અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે D.T.S. સેન્ટર ખાતે મીટિંગનું આયોજન
- પેઢીના સંચાલકો દ્વારા રજુ કરાયેલ સૂચનો બાબતે કામગીરી કરવામાં આવશે
ગાંધીધામ ખાતે પૂર્વ પોલીસ દ્વારા આગડિયા પેઢીના સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં આગામી દિવાળી તહેવાર અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે D.T.S. સેન્ટર ખાતે આવેલ કોન્ફરન્સ હોલમા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડીવાયએસપી, એલસીબી પીઆઇ, ,પ્રોબેશનર ડીવાયએસપી,એ ડિવિઝન પીઆઈ,બી ડિવિઝન પીઆઈ, આદિપુર પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જિલ્લાના તમામ આંગડિયા પેઢીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે પૂર્વ પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા રજુ કરાયેલ સૂચનો બાબતે કામગીરી કરવામાં આવશે.
જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક સાગર બાગમારની અધ્યક્ષતામાં આગામી દિવાળી તહેવાર અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે ડી.ટી.સી સેન્ટર આદીપુર ખાતે આવેલ કોન્ફરન્સ હોલમા આંગડિયા પેઢીના સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં DYSP મુકેશ ચૌધરી, LCB PI એન.એમ ચુડાસમા, ,પ્રોબેશનર DYSP પરેશ રેણુકા,એ ડિવિઝન PI એમ.ડી ચૌધરી, બી ડિવિઝન PI એસ.વી ગોજીયા, આદિપુર PI ડી.જી પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પૂર્વ કચ્છ જિલ્લાના તમામ આંગડિયા પેઢીના સંચાલકો હાજર રહ્યા હતા.મીટીંગની શરૂઆતમાં DYSP મુકેશ ચૌધરીએ ભૂતકાળમાં બની ગયેલા આંગડિયા લૂંટના બનાવોની વાત જણાવી સર્વે સંચાલકોને તકેદારી રાખવા જણાવ્યું હતું.
ત્યારે આ તકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે, આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા રજુ કરાયેલ સૂચનો બાબતે કામગીરી કરવામાં આવશે.આ ઉપરાંત પોલીસ વડા દ્વારા તમામ આંગડિયા પેઢીના સંચાલકોને અપીલ કરવામાં આવી કે દિવાળી પર્વ દરમિયાન કોઈપણ શંકાસ્પદ બાબત જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને પોલીસને પણ આંગડિયા પેઢીના સંચાલકોને કાંઈ અગવડ ના પડે તે બાબતની તકેદારી રાખવા સૂચના આપી તમામને આવનાર દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ભારતી માખીજાણી