- ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમનો જથ્થો ઝડપાયો
- 19 લાખ 91 હજારની કિંમતના 24 હજાર લિટર જથ્થો કબ્જે
- પંકજ રબારી નામના ઈસમની અટકાયત
- નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને PSI એમ.વી.જાડેજાની કાર્યવાહી
- લોકલ કાઈમ બ્રાન્ચનાં PI એન.એન.ચુડાસમા તથા LCB સ્ટાફની સરાહનીય કામગીરી
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમનો જથ્થો ઝડપાયો હતો. 19 લાખ 91 હજારની કિંમતના 24 હજાર લિટર જથ્થો કબ્જે કર્યો હતો. પંકજ રબારી નામના ઈસમની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને PSI એમ.વી.જાડેજાની કાર્યવાહી કરવામાં આવી હતી. લોકલ કાઈમ બ્રાન્ચનાં PI એન.એન.ચુડાસમા તથા LCB સ્ટાફની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, પૂર્વ કચ્છ LCB ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દ૨મ્યાન ખાનગી રાહે બાતમી મળી કે ગાંધીધામ નેશનલ હાઈ-વે રોડ પર પડાણા ગામ નજીક આવેલ પંચરત્ન કોમ્પ્લેક્ષની પાછળના ભાગે પાર્થ લોજીસ્ટીકના વાડામાં ડીઝલપંપ આવેલ છે જ્યાં ટ્રાન્સ્પોર્ટેશનના વાહનોમાં ઇંધણ તરીકે શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ ભરી આપવામાં આવે છે. પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ ખરાઈ કરતા શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સાથે રહી રેડ કરતા ડીઝલ સંગ્રહ કરવાનો 30,000 લીટરની કેપીસીટી વાળો ટાંકો તથા કન્જ્યુમર પંપ દ્રારા ટ્રાન્સ્પોર્ટેશનોના વાહનોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ ભરી આપતો એક ઇસમ પંકજ રબારીને ઝડપી અને તેની અટકાયત કરવામાં આવી હતી.
પૂછપરછમાં આ જગ્યા તેના શેઠ ધીરજ આગરિયાનુ નામ ખુલ્યું હતું. તેમજ ટાંકામાં સંગ્રહ કરેલ પેટ્રોલીયમનો જથ્થો રાખવા તેમજ વેચાણ કરવા સબંધે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનુ જાણવા મળ્યું હતું. ત્યારે ટાંકામાં સંગ્રહ કરેલ શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થનો 19,91,600ની કિંમતનો કુલ- 24,895 લીટર જપ્ત કરી કન્ઝ્યુમર પંપ તથા ડીઝલ સંગ્રહ કરવાનો ટાંકો સીલ કરી બંને આરોપીઓ વિરુદ્ધ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અહેવાલ : ભારતી માખીજાણી