- રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- જટિલ અને ખર્ચાળ સારવાર નિઃશુલ્ક રીતે અપાઈ છે
- હોસ્પીટલમાં ડીસ્ટ્રીક્ટ અર્લી લર્નીંગ સેન્ટર કાર્યરત કરાયું
Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક બાળકોને જન્મતાની સાથે જ બોલવાની, બેસવાની કે અન્ય શારીરિક તકલીફો હોય છે ત્યારે આ બધી સમસ્યાઓની સારવાર જટિલ અને ખર્ચાળ પણ હોય છે. ત્યારે ખોડખાપણ ધરાવતા બાળકોને સરકારી રાહે અઘ્યતન સારવાર આપવા માટે ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલમાં તાજેતરમાં જ મંજુર થયેલું ડીસ્ટ્રીક્ટ અર્લી લર્નીંગ સેન્ટર કાર્યરત થયું છે. જેમાં અદ્યતન સુવિધાઓ સાથેના કેન્દ્રમાં ખામી ધરાવતા શિશુઓને સારવાર આપવામાં આવી રહી છે.
અનુસાર માહિતી મુજબ, આજે જન્મતાની સાથે જ બોલવાની, બેસવાની કે અન્ય શારીરિક તકલીફો હોય છે, ત્યારે આ બધી સમસ્યાઓની સારવાર જટિલ અને ખર્ચાળ પણ હોય છે. ત્યારે ખોડખાપણ ધરાવતા બાળકોને સરકારી રાહે અઘ્યતન સારવાર આપવા માટે ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલમાં તાજેતરમાં જ મંજુર થયેલું ડીસ્ટ્રીક્ટ અર્લી લર્નીંગ સેન્ટર કાર્યરત થયું છે. તેમજ અદ્યતન સુવિધાઓ સાથેના કેન્દ્રમાં ખામી ધરાવતા શિશુઓને સારવાર આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત જન્મ સમયે ખામી ધરાવતા અનેક બાળકોને તકલીફ હોય છે, ત્યારે જાણકારીના અભાવે કે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે અનેક બાળકો ને કાયમ ખોટ રહે છે ત્યારે રામબાગ હોસ્પિટલ ખાતે કાર્યરત થયેલું આ કેન્દ્ર બાળકોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે તેવો આશાવાદ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
અહેવાલ : ભારતી માખીજાણી