- જાહેર જનતાના આરોગ્યની સુવિધા અને હોસ્પિટલના વહીવટને સુધારવા કરાયા ધરણા
- બંધ પડેલ સુવિધા તાત્કાલિક અસરથી ચાલુ કરવા જેવા મુદ્દાઓને લઈને કરાયા ધરણા
- દોઢ મહિના પહેલા પણ કરાયા હતા ધરણા
- આરોગ્યની સુવિધાને લઇ કરાયા આકરા પ્રહાર
છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે અનુસંધાને દિવાળી પહેલા પણ એક વખત બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડને નવેસર થી બનાવવામા આવે, ડોક્ટરો સવાર સાંજ સમયસર આવે, હોસ્પિટલ મા સેકયુરીટી ગાર્ડ વધારીને 10 કરવામા આવે,હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડની તાત્કાલિક ધોરણે બદલી કરવામા આવે, બધી દવાઓ હોસ્પિટલ માથી આપવામા આવે,જે ડોક્ટરો પોતાના પ્રાઈવેટ હોસ્પિટલ ખોલી બેઠા છે અને રામબાગ હોસ્પિટલ મા સારવાર આપે એ તમામ ડોક્ટર અહી રામબાગ હોસ્પિટલ મા પુરતુ ધ્યાન આપે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે તે તાત્કાલિક અસર થી ચાલુ કરવામા આવે જેવા મુદ્દાઓને લઇ ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
જે અંગે મળતી માહિતી અનુસાર, ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે અનુસંધાને દિવાળી પહેલા પણ એક વખત બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આજ દિવસ સુધી આરોગ્યની અસુવિધા અને વહીવટ તંત્ર જેમ છે એમ જ રહેતા ફરીથી ધરણા કાર્યક્રમ યોજાયો હતો,આ ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને લઈને હતો
જેમ કે ઈમરજન્સી વોર્ડને નવેસર થી બનાવવામાં આવે, ડોક્ટરો સવાર સાંજ સમય સર આવે, હોસ્પિટલ મા સેકયુરીટી ગાર્ડ વધારી ને 10 કરવામા આવે,હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ડની તાત્કાલિક ધોરણે બદલી કરવામા આવે ,બધી દવાઓ હોસ્પિટલ માથી આપવામા આવે બહાર થી મંગાવવા મા નો આવે,જે ડોક્ટરો પોતાના પ્રાઈવેટ હોસ્પિટલ ખોલી બેઠા છે અને રામબાગ હોસ્પિટલ મા સારવાર આપે એ તમામ ડોક્ટર અહી રામબાગ હોસ્પિટલ મા પુરતુ ધ્યાન આપે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે તે તાત્કાલિક અસર થી ચાલુ કરવામા આવે. શરૂઆતમાં સુપ્રિટેન્ડેન્ટ સાથે બોલાચાલી થતા મામલો થોડોક ઉગ્ર બન્યો હતો. રસ્તા ઉપર ચક્કાજામ કરવાની ફરજ પર પડી હતી પરંતુ બાદમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુથરીયાએ ઉપર રજૂઆત કરીને થોડાક દિવસોમાં નિરાકરણ લાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડી ગયો હતો.
આજના ધરણા કાર્યક્રમમાં બહુજન આર્મીના લખન ધુવા,આદિવાસી સમાજના પ્રમુખ ઈશ્વર રાણા,સામાજીક કાર્યકર અજીતસિંહ સોઢા,કોલી ઠાકોર સમાજના નવીન કોલી, બહુજન આર્મી પ્રમુખ મંગલ,માવજી હિંગણા, નવીનભાઈ, ચંદન પ્રજાપતિ, કમલેશ વાલ્મીકી તેમજ 1000 જેટલા મહિલાઓ અને પુરુષો જોડાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે,આદિપુર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રામબાગમાં સ્ટાફ અને જગ્યાની ઘટની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેની બગલમાંજ નવી ઈમારત ઉભી કરવામાં આવી હતી. ઉભી ને તૈયાર થયેલી ઈમારતને મહિનાઓ સુધી નેતાઓનો સમય મળતા લોકાપર્ણ કાર્યક્રમ કરાયો જ્યાં નેતાઓ, આગેવાનોએ સ્ટાફ, સાધનો અને મેડિકલ કોલેજ સુધીની ચર્ચાઓ કરી નાખી હતી. ઈંટો ઈલાજ નથી કરતી, તે માટે સ્ટાફ જોઇએ તેવો સુર સંકુલના પ્રબુદ્ધ વર્ગમાંથી પણ ઉઠી રહ્યો છે.
રિપોર્ટર: ભારતી માખીજાણી