ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી
કિડાણા ગામની કુખ્યાત ગુન્હેગારોની ટોળકી વિરુધ્ધ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઇમ (G.C.T.O.C.) એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ . પૂર્વ કચ્છમાં સંગઠિત ગુના આચરતી ટોળકીના સભ્યો વિરુદ્ધ અગાઉ પોલીસે ગુનો નોંધ્યો હતો, તેવામાં ફરીથી આવા પ્રકારના ગુના કરતી ટોળકીના છ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાતાં આવા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.
પૂર્વ કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ગુનાહિત ટોળકી બનાવી એક બીજા સાથે મેળાપપણું કરી સંગઠિત ગુના આચરતી ટોળકીના સભ્યો વિરુદ્ધ પોલીસે કડક હાથે કામ લીધું છે. આવી ટોળકીના સભ્યો વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે અગાઉ ગુનો નોંધીને ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી, તેવામાં ફરીથી છ શખ્સ વિરુદ્ધ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક)નો ગુનો નોંધાતાં આવા તત્ત્વોમાં સોપો પડી ગયો હતો.
આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં પોલીસવડા સાગર બાગમારએ જણાવ્યું હતું કે, સરકારની માર્ગદર્શિકા પ્રમાણે અમે આવા તત્ત્વો વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા. આ ટોળકી માળિયા, અંજાર, આદિપુર વગેરે જગ્યાએ જુદા જુદા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલી છે. હત્યાની કોશિશ, ઇજા, ધાડ, લૂંટ, સરકારી ફરજમાં રૂકાવટ, સરકારી કર્મી ઉપર હુમલો, ચોરી વગેરે ગુના આ ટોળકીના સાગરિતો વિરુદ્ધ નોંધાયેલા છે. કિડાણાના અકરમ ઇસ્માઇલ ચાવડા, ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા, અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા, જુમા આમદ રોહા અને ઉમર ઉર્ફે ભુરો કાસમ ચાવડા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો.
આ છ શખ્સ પૈકી અકરમ, કાસમ ઉર્ફે કાસુડો, જુમા રોહા નામના શખ્સો જુદા જુદા ગુના સંદર્ભે જેલમાં છે. પોલીસવડાએ ઉમેર્યું હતું કે, અકરમ વિરુદ્ધ 8, ઇસ્માઇલ વિરુદ્ધ 2, અબ્દુલગની વિરુદ્ધ 13, કાસમ સામે 5, જુમા રોહા વિરુદ્ધ 4, ઉમર સામે 5 જુદી જુદી કલમના ગુના નોંધાયેલા છે. જેલમાં રહેલા શખ્સોના ટ્રાન્સફર વોરંટ મેળવવા તથા પકડાયેલા ઇસ્માઇલ, ઉમર અને અબ્દુલગની વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિતની આગળની તપાસ પોલીસે તેજ કરી છે. ઉપરોક્ત કામગીરી એમ.પી.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર, એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એમ.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન, ડી.એલ.ખાચર રીડર પોલીસ સબ ઈન્સપેક્ટર, તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સટેબલ ભરતસિંહ જાડેજા,પોલીસ હેડ કોન્સટેબલ રાજેન્દ્રકુમાર ૫રમાર,પોલીસ હેડ કોન્સટેબલ પ્રવિણસિંહ જાડેજા અને બી ડીવીઝન સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.