- 48 કલાક બાદ 19-20 સ્ટાફ હોસ્પિટલમાં દાખલ
- પ્રશાસને હજુ સુધી માંગણીઓ સ્વીકારી નથી તેવું લોકો પાયલટોએ જણાવ્યું
- મેમોરેન્ડમ મોકલ્યા બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી નથી : લોકો પાયલોટ સ્ટાફ
- સ્ટાફના મેમ્બસ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા
ગાંધીધામ ખાતે ઓલ ઈન્ડિયા લોકો પાયલોટ સ્ટાફ અલારસા દ્વારા અચોક્કસ મુદત અનસન હજુ પણ યથાવત છે. તેમજ 48 કલાક બાદ 19-20 સ્ટાફ હોસ્પિટલમાં દાખલ છે. જે અંગે ADME અને ATM સાહેબ મળવા આવ્યા અને કહ્યું A.R.M. સર સાથે વાત કરીએ અને બતાવીએ પરંતુ પ્રશાસને હજુ સુધી માંગણીઓ સ્વીકારી નથી તેવું લોકો પાયલોટોએ જણાવ્યું હ્તુ. તેમજ તમામ માલસામાન ટ્રેનો અને પેસેન્જર ટ્રેનોના કામકાજને અસર કરશે તેવું જણાવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ, ગાંધીધામ ખાતે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વાર પડતી હેરાનગતિ અને સમસ્યાઓના કારણે કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી હતી.તેમજ સ્ટાફએ સંયુક્ત રીતે મેમોરેન્ડમ પર સહી કરી રેલવે અધિકારીઓને 7 દિવસ પહેલા આપ્યું હતું.તેમજ સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં સ્ટાફે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરવાનું નક્કી કર્યું હતું. કર્મચારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે ભૂખ્યા રહીશું,ભૂખ્યા પેટે વાહન ચલાવતા રહીશું અને જ્યાં સુધી અમારી શારીરિક ક્ષમતા છે ત્યાં સુધી ભૂખ્યા રહીને કામ કરીશું.
ત્યારે હાલ ગાંધીધામનો ટ્રેન ડ્રાઈવર (લોકો પાયલટ અને લોકો પાઈલટ)30.9.24 સવારના 11 વાગ્યાથી સતત અચોક્કસ મુદતના અનશન ચાલુ છે, બુધવારે 48 કલાક થઈ ગયા 19-20 સ્ટાફ હોસ્પિટલમાં દાખલ છે, 25-30 માલગાડીઓ સ્થિર છે, ADME અને ATM સાહેબ બુધવારે મળવા આવ્યા અને કહ્યું એઆરએમ સર સાથે વાત કરીએ અને બતાવીએ પરંતુ પ્રશાસને હજુ સુધી માંગણીઓ સ્વીકારી નથી.ઉલટું ધાક-ધમકી આપવામાં આવી રહી છે જો વહીવટીતંત્રનું ઉદાસીન વલણ આમ જ ચાલતું રહેશે તો આગામી દિવસોમાં તમામ લોકો પાયલટોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
જે તમામ માલસામાન ટ્રેનો અને પેસેન્જર ટ્રેનોના કામકાજને અસર કરશે.WRMS, PRKP, WREU, ત્રણેય ટ્રેડ યુનિયનો અલારસા અને તમામ રનિંગ સ્ટાફ સાથે સેક્રેટરી-અનીશ કુમાર, ઝોનલ પ્રેસિડેન્ટ મુનીરામ મીણા પી.ડી.મીણા, જીતેશ મીણા અજીત યોગી, વિપિન કુમાર, વિનય કુમાર, રાજેશ વાઘેલા, અશોક કુમાર, રામકુમાર શર્મા, મહેશ મીના, અર્પિત ખંડેલવાલ નરેશ અસવાલ અને તમામ રનિંગ સ્ટાફ દ્વારા આ જણાવવામાં આવ્યું છે.
ભારતી માખીજાણી