- રોડની સુધારણા માટે પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાના વ્યવસાયકારોના આક્ષેપ
- ટેક્સને ઓછામાં ઓછા બે મહિનાની મુદ્દત માટે મુક્ત રાખવાની માગણીકરવામાં આવી
Gandhidham: “નો રોડ નો ટોલ” અભિયાન તળે મોખા ટોલ નાકે આજરોજ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન (ટ્રક, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર તથા અન્ય મોટા વાહન ધારકો) દ્વારા કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, હજુ સુધી આ મુદ્દે પ્રશાસન તરફ થી કોઈ સંતોષકારક ઉકેલ કે જવાબ ના મળતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજરોજ તા. 11 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 11 કલાકે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માલિકો અને વાહન ધારકોએ મોખા ટોલનાકા પર નો રોડ નો ટોલ ટેક્ષ મુદ્દે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય, ગાંધીધામ-મુન્દ્રા સાથે કચ્છ ને જોડતા તમામ રોડ નું જ્યાં સુધી કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી, ટોલનાકા પર લેવાતા ટેક્સને ઓછામાં ઓછા બે મહિનાની મુદ્દત માટે મુક્ત રાખવાની માગણી કરવામાં આવી. ટ્રાન્સપોર્ટ એસોસિએશના સુત્રો આશા રાખે છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગણીઓ ને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે અને લાંબા ગાળાના સંતોષકારક ઉકેલ માટે પ્રશાસન તેનો ઊકેલ લાવે.
ભારતી માખીજાણી