સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ. ગાંધીધામે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 2024 પર આશાનું કિરણ-પ્રગટાવવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસ કેન્સરનું નિવારણ, વહેલાસર નિદાન અને સારવારનું મહત્વ સમજાવે છે. આ દિવસ દરેકને કેન્સર વિકસવાનાં જોખમને મહત્વપૂર્ણ રીતે ઘટાડવા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા દરેકને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે 7 નવેમ્બરના રોજ કેન્સર સામે બહાદુરી સાથે લડનાર અને આ બિમારીમાંથી સફળતા પૂર્વક બહાર આવનાર લોકોને બિરાદવવા એકત્ર થઈને જુસ્સા સાથે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, ગાંધીધામે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
જેમાં વહેલાસર નિદાન અને સારવારની સુલભતા વધારીને દર્દીને શ્રેષ્ઠ પરિણામો મળે એનાં પર ધ્યાન કેન્દ્રિતના પહેલથી હોસ્પિટલ કેન્સર અંગે જાગૃતિ વધારવાની સતત કટિબદ્ધતા વ્યક્ત કરે છે. આજની પત્રકાર પરિષદમાં FD ડોક્ટર ચિંતન મહેતા, કેન્સર સર્જન ડોક્ટર નિકુંજ ચૌહાણ, રેડિશન ઓનકોલોજીસ્ટ ડોક્ટર હિરેન પુજારા, અને મેડિકલ ઓનકોલોજી ડોક્ટર મોહિત મોદી જેવા અગ્રણી ઑન્કોલોજિસ્ટોએ સમજણ આપતી ચર્ચાઓ કરી હતી અને દર્દીને શ્રેષ્ઠ પરિણામો આપવા • વહેલાસર નિદાન અને સમયસર સારવારની ચાવીરૂપ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કેન્સરનું વહેલાસર નિદાન કરતી ટેકનિકોમાં અદ્યતન પ્રગતિઓ પર જાણકારી આપી હતી. તેમણે આરોગ્યની સારવાર માટેની સેવાઓની સુલભતા માટેની આવશ્યક જરૂરિયાતો વ્યક્ત કરી હતી. આ મંચ પરથી સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલ્ટી હોસ્પિટલે ઉપસ્થિત લોકોને કેન્સરનાં ચિહ્નો, જોખમકારક પરિબળો અને નિવારણની અસરકારક વ્યૂહરચનાઓ પર જાણકારી આપી હતી. સમુદાયને વહેલાસર ચેતવણીનાં ચિહ્નો ઓળખવા અને ત્વરિત તબીબી સલાહ લેવા સક્ષમ બનાવ્યાં હતાં. સંયુક્તપણે આપણે કેન્સર સામેની લડાઈમાં ફરક પાડી શકીએ તેવું જણાવ્યું હતું.
વધુમાં ઑન્કોલોજિસ્ટો દ્વારા જણાવવામાં આવ્યું કે આ જાગૃતિ અભિયાન મારફતે હોસ્પિટલને સ્વાસ્થ્ય અને કેન્સરની સારવારના સક્રિય અભિગમને પ્રોત્સાહન આપવાની આશા છે, સમુદાયમાં કેન્સરનું ભારણ ઘટાડવા કામ કરવાની અપેક્ષા છે. અમે દરેકને આ મહત્વપૂર્ણ કામ માટે સહભાગી થવા અને કેન્સર સામેની લડાઈમાં એકમંચ પર આવવા અપીલ કરીએ છીએ.
ભારતી માખીજાણી