2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતમાં સ્વચ્છતા ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-2024 ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે તા.10 સપ્ટેમ્બર 2024 થી તા.2 ઓક્ટોબર 2024 સુધી “સ્વચ્છતા પખવાડિયું”ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસો ને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે તેના ભાગરૂપે ગાંધીધામ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનો કાર્યક્રમ રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો. તેમજ આ સ્થળ પર સંપૂર્ણ રીતે સફાઈ કરાવવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં ઇન્દોરની AAS સંસ્થાએ સહયોગ આપ્યો હતો આ સાથે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસઈ શેઠ,ઉપપ્રમુખ દિવ્યા નાથાણી સહિતના નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતી માખીજાણી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.