ગાંધી જયંતિ દિને પંદર વર્ષથી યોજાઇ છે ‘ગાંધી વિચાર યાત્રા’
સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા માત્ર ગાંધીજીની પ્રતિમાને શ્રઘ્ધાસુમન અર્પણ કરાશે: ટેસ્ટ ઇઝ બેસ્ટ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાશે
ફિડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા વર્ષ ૨૦૦૫ થી ગાંધીજીના વિચારોના પ્રચાર પ્રસાર અને ભારતના ભાવી પેઢી એવા વિઘાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવા અને વિઘાર્થીઓને ગાંધીજીના વિચારોથી અવગત કરવાના શુભ આશ્રયની પ્રતિવર્ષ અલગ અલગ થીમ સાથે બે ડઝન જીવંત ફલોટસ, ગાંધીજીના જીવન કવન આધારીત વિઘાર્થીઓ દ્વારા તૈયાર થયેલ જયુબેલી ચોકથી પ્રારંભ કરી રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર ફરી ગાંધી વિચારને રેલાવતા આ યાત્રા રાષ્ટ્રીય શાળા ખાતે વિરામ આપી પ્રાર્થના સભામાં ફેરવાય છે.
ફિડમ યુવા ગ્રુપના સ્થાપક અને ગાંધી વિચાર યાત્રાનાં પ્રણેતા ભાગ્યેશ વોરાએ જણાવ્યું કે તાજેતરમાં વૈશ્ર્વીક કોવિડ મહામરી અને સરકારી નીતી નિયમોને આધિન ચાલુ વર્ષે ૧૬મી ગાંધી વિચાર યાત્રા મુલત્વી રાખેલ છે અને સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા માત્ર ગાંધીજીની પ્રતિમાને શ્રઘ્ધાસુમન અર્પણ કરવામાં આવનાર છે. તેમજ સોશ્યીલ મીડીયાના દરેક પ્લેટફોર્મ પરથી ટેસ્ટ ઇઝ બેસ્ટ કોરોનાને નાથવા જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ બીજી ઓકટોબર ગાંધી જયંતિ દિવસથી કરવામાં આવશે.
આ જન જાગૃતિ અભિયાનને સફળ બનાવવા અને કોરોના અંગે લોકજાગૃતિ બળવતર બનાવવા ફિડમ યુવા ગ્રુપના સ્થાપક ભાગ્યેશ વોરા, ચેરમેન મનોજ ડોડીયા, વા. ચેરમેન પ્રવિણ ચાવડા, પ્રમુખ સંજય પારેખ, કીરીટ ગોહેલ, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહિત, રાજન સુરુ, અજીત ડોડીયા સંજય ચૌહાણ સહીતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.