હાથ બનાવટની અવનવી આકર્ષક ડિઝાઇનમાં શાલ, સ્વેટર, જેકેટ, મફલર, ટોપી, મોજડીનું પ્રદર્શન અને વેચાણ
મહાત્મા ગાંધીની જન્મજયંતીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી લોકસંત જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ‘ગાંધી વંદના ‘ખમા ખમા લખવાર સ્મરાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો. મુનિશ્રી સંતબાલજીનાં ૨૫ વર્ષ સુધી નિકટના સાથી તથા સહકારી પ્રવૃત્તિઓ, ગ્રામ-સંગઠન, ખેડૂત-મંડળ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ‘જગતાત સ્વ. ફલજીભાઈ રાહાભાઈ ડાભીને પણ એમની પુણ્યતિથિએ ભાવાંજંલિ અર્પણ થઈ હતી. નવી પેઢી મહાત્મા ગાંધીના જીવન-મૂલ્યો-વિચારોથી તથા આપણા સ્વાતંત્ર-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર-સેનાનીઓએ આપેલ બલિદાની પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશભકિતની ભાવના જાગૃત થાય એ આશયી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સપક પિનાકી નાનકભાઈ મેઘાણી, રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાી, સહકારી ક્ષેત્ર-ખેડૂત આગેવાન, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી્)ના આજીવન સેવક અને પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કી.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી, સેક્રેટરી હરદેવસિંહ રાણા, માર્કેટીંગ મેનેજર-ડિઝાઈનર વિરાંગના ડાભી, વિવિંગ સુપરવાઈઝર રમેશભાઈ પરમાર, એકાઉટન્ટ કલ્પેશભાઈ શાહ, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, ખેડૂત આગેવાનો અનિરુધ્ધસિંહ ચાવડા (સુંદરીયાણા) અને રમેશભાઈ બદ્રેશીયા (મોટી વાવડી), જન્મભૂમિ હાઈસ્કૂલના શિક્ષિકા સરોજબેન પટેલ સમેત મોટી સંખ્યામાં કર્મચારી-કારીગર બહેનો-ભાઈઓ ઉપસ્તિ રહ્યાં હતા.
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઊની ખાદી ૧૦૦% પ્યોર મેરિનો વુલન હા-બનાવટની અવનવી આકર્ષક ડીઝાઈનમાં લેડીઝ-જેન્ટસ શાલ, સ્વેટર, મોદી જેકેટ, મફલર, ટોપી, મોજડીનું પ્રદર્શન-વેચાણનું આયોજન પણ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી ખાદી-ગ્રામોદ્યોગ-રચનાત્મક ક્ષેત્રે સવિશેષ કાર્યરત સેવાભાવી અગ્રણી ગોવિંદસંગ ડાભીએ યુવા પેઢીને ખાદી પહેરવા-ખરીદવા માટે પ્રેરણા આપી હતી.