મોઢવણિક યુવા ગ્રુપના અગ્રણીઓ ગાંધી વિચાર યાત્રામાં જોડાયા: બાપુને પુષ્પાંજલિ અર્પણ કરતા ભાગ્યેશ વોરા, કેતન પારેખ, કેતન મેસ્વાણી, અશ્વિન પટેલ સહિતના આગેવાનો
મોઢ વણિક યુવા ગ્રુપ તથા રાજકોટ મોઢ વણિક મહારાજ ટ્રસ્ટએ સંયુકતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧પ૦મી જન્મ જયંતિના પાવન અવસરે થીમ બેઇઝ ગાંધી વિચારધારા ગાંધી ટોપી ધારણ કરી. સ્વચ્છ ભારત અભિયાનનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની ઉગતી પેઢી એવા વિઘાર્થીઓ બાળકો, ગાંધી વિચારાધારાના રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધીજીની વેશભૂષા ધારણ કરી ૧પ૦ ગાંધીજી બની વિશાળ ગાંધી વિચારા યાત્રા ફરી હતી.
ફીડમગ્રુપના સ્થાપક પ્રમુખ ભાગ્યેશભાઇ સહીતની વ્યકિતઓ જોડાયેલ અને મહાનુભાવો સાથે મોઢ વણિક યુવા ગ્રુપ ના હોદેદારોની ઉ૫સ્થિતિમાં રહી ગાંધી વિચારયાત્રાને પ્રસ્થાન કરાવેલ. ઉપરોકત પ્રસંગે મોઢ વણિક સમાજના જાહેર જીવનના અગ્રણીઓમાં મુકેશભાઇ દોશી, અશ્ર્વિનભાઇ પટેલ, નવનીતભાઇ કલ્યાણી, કિરેનભાઇ છાપીયા, કેતનભાઇ પારેખ, કેતનભાઇ મેસ્વાણી, જીજ્ઞેશભાઇ ગોસ્વામી, કમલેશભાઇ પારેખ, ભાગ્યેશભાઇ વોર, અશ્વિનભાઇ વડોદરીયા, સાવનભાઇ ભાડલીયા, સંદીપભાઇ પટેલ, સંજયભાઇ મણીયાર, કીરીટભાઇ પટેલ ખાસ આ ગાંધી વિચાર યાત્રામાં જોડાયેલ.