દેદી હમે આઝાદી, બીના ખડગ બીના ઢાલ..
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ…
રાષ્ટ્રપિતા મહાત્માગાંધી માત્ર ભારતનાજ નહીં સમગ્રવિશ્વ સમાજ માટે સત્ય,સદાચાર, સાદગી સમાનતા અને સ્વચ્છતા માટે આદરપાત્ર માનવ મસીહાબની રહ્યા છે ગાંધીજીને ગમાડવા તે માનવ સમાજના શિષ્ટાચાર અને ઊંચા સંસ્કારનું પ્રતીક બની ગઈ છે.
ખરેખર ગાંધીજીને હદર્યાંજલી આપવી હોય તો ગાંધીજીને ગમાડવા ના બદલે તેમના આદર્શોને અપનાવવા જોઈએ, ગાંધીજીએ તેમની હયાતીમાં જ એવી હિમાયત કરી હતી કે તેમના નામના કોઈ પૂતળા,ચિત્રો કે ભવનોનાબાંધકામો ન કરવા તેમની યાદી માત્ર તેમના આદર્શોને જીવંત રાખીને ચિરંજીવી બનાવવી પરંતુ એવું થયું નથી.
આજે દેશના કોઈ ગામ શહેર એવા નહીં હોય કે જ્યાં ગાંધીજીના નામના રસ્તા ન હોય ગાંધીજીના નામના રોડ આખા દેશમાં બનાવ્યા પરંતુ તેમના વિચાર, આદર્શ અને જીવનપથ પર કેટલા લોકો ચાલે છે? તેમના આદર્શની વાતો થાય છે, પણ જીવન આચરણમાં કોણ ઉતારે છે? તે વિચારવાનો સમય આવી ગયો છે.
ગાંધીજી આઝાદી નોમંત્રસ્વદેશી અપનાવીવિદેશી નેજાકારોઆપવાનું સૂત્ર આપ્યું હતું “લોકલ ફોર વોકલ”નુસૂત્રતેમણે દાયકાઓ પહેલા આપ્યું હતું ખાધી ને આત્મનિર્ભર ભારતનું પ્રતીક બનાવી સ્વાશ્રય અર્થ વ્યવસ્થા નું સપનું જોયું હતું આજના નેતાઓ એ ગાંધીજીના આદર્શ મુજબ જાહેર જીવનમાં આર્થિક અસમાનતા દૂર કરવા માટે માટે ખાદીની ખરીદી માત્ર ગાંધીજીના ન્યુઝ અપડેટમાં સમાવવા માટે નહીં પણ દેશની આર્થિક સ્વાવલંબીતા સામાજિક સમરસતા આર્થિક અસમાનતાનો ભાવ દૂર કરવા અને સાદગી અને સ્વચ્છતાનું પ્રતીક બની રહે તે માટે યોગદાન આપવાનો સમય છે.
ગાંધીજીએ આઝાદીનું મંત્ર જે સ્વદેશી ભાવ ને ઉજાગર કરીને આપ્યો હતો તે આજે ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયો હોય તેઓ માહોલ ઉભો થયો છે ગાંધીજીએ આપેલા સ્વચ્છતા ના મંત્રને દેશની શક્તિ બનાવવી જોઈએ સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત, ગાંધીજીના આદર્શો ને ઉજાગર કરનાર l અભિયાનો છે ત્યારે ગાંધીજીના આદર્શોને જીવનમાં અપનાવીને જ ગાંધીજીને પુષ્પાંજલી નહીં પરંતુ હૃદયાજલિ આપવી જોઈએ