કબા ગાંધીનો ડેલો તેમજ રાષ્ટ્રીય શાળાની મૂલાકાત અને ઠેર ઠેર બાઈક યાત્રા યોજી ગાંધી સંદેશ ફેલાવ્યો
શહેર કોંગ્રેસ સમિતિની અખબારી યાદી જણાવે છે કે ગતતતા.૨૭/૯ને શુક્રવારના રોજ પોરબંદર થી શરુ થયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરેલ છે આ યાત્રા પોરબંદર થી અલગ અલગ નગરોમાં ગામડાઓમાં પરિભ્રમણ કરીને સાબરમતી સુધી ૨, ઓક્ટોબરના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના રોજ સાબરમતી આશ્રમ ખાતે ગાંધી સંદેશ યાત્રા સત્ય એ જ પરમેશ્વરના સુત્ર સાથે યાત્રા વિરામ લેશે. ત્યારે આ યાત્રા ગત તા.૨૮/૯ને શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે પહોંચેલ હતી. આ સ્થળે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં ગાંધી સંદેશ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.
જેમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના સીનીયર લીડર બાલુભાઈ પટેલ, એઆઈસીસીના સેક્રેટરી જિતેન્દ્ર બઘેલ, યાત્રાના ઇન્ચાર્જ મહેશભાઈ રાજપૂત વિગેરેનું ગોંડલ ચોકડી ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ રાજકોટ શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અને ગત તા.૨૯/૯ને રવિવારના રોજ રાજકોટ થી સાબરમતી આશ્રમ તરફ જવા રવાના થયેલ યાત્રા ગાંધી બાપુના સ્મૃતિચિહ્ન છે તે રાષ્ટ્રીય શાળાની મુલાકાત લીધેલ હતી ત્યારબાદ કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધેલ હતી ત્યાર બાદ આ યાત્રા સતત વરસાદ હોવા છતાં સાબરમતી આશ્રમ તરફ જવા રવાના થયેલ હતી અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં રાજકોટ થી સાબરમતી આશ્રમ સુધી યાત્રાનો જીલ્લા કોંગ્રેસ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત કાર્યક્રમ, ઠેર ઠેર બાઈક યાત્રા અને ગાંધીજીની વિચાર ધારા લોકો સુધી પહોંચાડી હતી.