કલેકટર કે.ડી. પારેખે મહાત્મા ગાંધીને લખેલા પત્રનું પઠન કરી તમામને ભાવવિભોર કર્યા

 

ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના 23મા ગાંધી મેળાનું આયોજન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામ ખાતે લોકસેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ વિદ્યાલયના પ્રાંગણમાં થયું હતું. ખાદી-ગ્રામોદ્યોગ-રચનાત્મક ક્ષેત્રની 12 સંસ્થાઓ તથા નઈ તાલીમની 14 સંસ્થાઓએ ભાગ લીધો હતો.

Untitled 1 8

ભાવનગર જિલ્લાના  કલેકટર ડી. કે. પારેખ એ મહાત્મા ગાંધીને સંબોધીને પોતે લખેલ હ્રદયસ્પર્શી પત્રનું પઠણ કરીને ઉપસ્થિત સહુને ભાવવિભોર કરી દીધાં હતાં. તેઓએ લખ્યું છે : પ્રિય ગાંધીજી,  ગાંધી મેળામાં જવાનું છે અને ત્યાં શું બોલવું તેની દ્વિધામાં છું. ગાંધી-વિચાર-મૂલ્યો સાથે જાણે અમારો મેળ રહ્યો નથી. ગાંધી-વિચાર-મૂલ્યોને અમે સમજવામાં મોળા પડ્યા છીએ. સત્યના પ્રયોગો, અહિંસા, શાંતિપ્રિયતા, નિર્ભયતા, સહનશીલતા, ન્યાયપ્રિયતા, સમભાવ, સ્વાશ્રય, સ્વચ્છતા, પર્યાવરણ-પ્રેમ, દૂરદર્શિતા, કુનેહ, સરળતા, સાદગી, શિસ્ત, કરકસર પરિભ્રમણ, પત્રલેખન જેવાં આપના પ્રેરક ગુણો અદ્વિતીય છે. આપે વાવેલું એળે ગયું નથી, બલ્કે ઊગી નીકળ્યું છે. યુવા પેઢીમાંથી નવા ગાંધી અવતરી રહ્યાં છે તેનો સવિશેષ આનંદ છે.

કલેકટર ડી. કે. પારેખ   તથા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મેઘાણી-સાહિત્ય અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.

આ ગાંધી મેળામાં સંશોધક, વૈજ્ઞાનિક, કેળવણીકાર, લોકભારતી (સણોસરા)ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અરૂણભાઈ દવે, ગુજરાત સરકારના નિવૃત્ત સયુક્ત સચિવ, લેખક ડંકેશભાઈ ઓઝા, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના રાજ્ય નિર્દેશક સંજયભાઈ હેડાવ, તળાજાના પ્રાંત અધિકારી વિકાસભાઈ રાતડા, લોકસેવા મંડળ ટ્રસ્ટ, સઘન ક્ષેત્ર યોજના સમિતિ, ભાવનગર જિલ્લા સહકારી બેંક લિ.ના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, ભાવનગર-અમરેલી-બોટાદ જિલ્લા ગાંધી મેળો સમિતિના સંયોજક જ્વલંતભાઈ દેસાઈ, મંદાકિનીબેન પુરોહિત અને સહસંયોજક બિપીનભાઈ જાની, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ)ના પ્રમુખ હિંમતભાઈ ગોડા અને મંત્રી પરાગભાઈ  ત્રિવેદી, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ (ભાવનગર)ના પ્રમુખ પ્રદીપભાઈ દેસાઈ અને મંત્રી મહેન્દ્રભાઈ બારૈયા, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, સહજાનંદ વિદ્યાલય (બપાડા)ના આચાર્યા, ભાવનગર જિલ્લા સહકારી બેંક લિ.ના ડીરેકટર ભાવનાબા જાડેજા, ગ્રામ નિર્માણ સમાજ (મહુવા)ના નિયામક હરસુખભાઈ મહેતા, બાળ કેળવણી મંદિર-વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ (બગસરા)ના નિયામક દેવચંદભાઈ સાવલિયા, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ-ગ્રામઉદ્યોગ મંદિર (ગઢડા)ના નિયામક દિલીપભાઈ શુકલ, કાઠિયાવાડ ખાદી મંડળ (ચલાલા)ના મંત્રી નાથાભાઈ પઢિયાર, કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ (સાવરકુંડલા)ના મંત્રી હરેશભાઈ ત્રિવેદી, લોકસેવા મંડળ ટ્રસ્ટ (બપાડા)ના મંત્રી ગંગારામભાઈ રાજ્યગુરુ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા (મણાર-આંબલા)ના નિયામક સુરસિંહ ચૌહાણ, લોકનિકેતન ટ્રસ્ટ (બેલા)ના મેનેજિંગ ટ્રસ્ટી જીજીભાઈ ચૌહાણ, લોકસેવા ટ્રસ્ટ સંચાલિત ક્ન્યા વિદ્યાલય (વળાવડ)ના પ્રમુખ મેહુરભાઈ લવતુકા, ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ (કળસાર)ના નિયામક નાગરભાઈ પટેલ, ભગીરથી શૈક્ષણિક સંકુલ-સરસ્વતી આશ્રમ (ટાટમ)ના માધુભાઈ નાંદેરિયા, નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં સરપંચો, સહકારી, ખાદી-ગ્રામોદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના આગેવાનો, આચાર્યો, શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. શાળાનાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી.

ડો. અરૂણભાઈ દવે, ડંકેશભાઈ ઓઝા, સંજયભાઈ હેડાવ, જયવંતસિંહ જાડેજા, હિંમતભાઈ ગોડા, ગોવિંદસિંહ ડાભી, પરાગભાઈ ત્રિવેદી, મંદાકિનીબેન પુરોહિત, ભાવનાબા જાડેજા અને પિનાકી મેઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરીને ઉપસ્થિત સહુને પ્રેરિત કર્યાં હતાં. શાળાનાં વિદ્યાર્થીઓએ ગાંધી-ગીતો રજૂ કર્યાં હતાં. ગાંધી-જીવન-દર્શન તેમજ ખાદી-ગ્રામોદ્યોગનું પ્રદર્શન પણ સહુએ રસપૂર્વક નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.