gandhijiગાંધીજીના સિધ્ધાંતોને લીધે તે  દુનિયાભરમાં પ્રસિધ્ધ થયું:  યુનેસ્કોએ તેના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આ રમકડાને સ્થાન આપ્યું છે :  સાબરમતીનાં હૃદયકુંજમાં આ ત્રણ વાંદરાની મૂર્તિ આજે પણ છે

ચીનના પ્રતિનિધિ મંડળ બાપુને  મળવા આવ્યા ત્યારે   તેમણે મહાત્માને  આ ત્રણ વાંદરાની મૂર્તિ ભેટ આપી હતી: જાપાનમાં વાંદરાને  બહુજ   બુધ્ધિ શાળી માનવામા આવે છે, અને ત્યાંનો શિન્ટો સંપ્રદાય  તેને ખુબજ સન્માન આપે છે

બુરામત સુનો, બુરામત દેખો, બુરામત કહો: ગાંધીજીના ‘ત્રણ વાંદરા’નો સંદેશ

ગાંધીજીના  ઘણા સિધ્ધાંતો વિશે આપણે  સૌએ વાંચ્યુ હશે તેમના કેટલાક સિધ્ધાંતો આપણે અપનાવ્યા પણ  હશે.  મહાત્મા ગાંધીજી સત્ય અને  અહિંસાના  પૂજારી હતા. તે અસત્ય અને હિસાના સમર્થક ન હતા. તેમના ત્રણ વાંદરા વિશે આપણે સૌએ સાંભળ્યું હશે. પણ આ ત્રણ વાંદરાનોતેની સાથે કેવી રીતેલગાવ  થયો તે બહુ ઓછા જાણતા હશે. ગાંધીજીના   સિધ્ધાંતોને લીધે તે દુનિયાભરમાં પ્રસિધ્ધ થયા હતા. તેમને મળવા વિશ્ર્વભરમાંથી લોકો આવતા.

એકવાર ચીનના  પ્રતિનિધિ મંડળ તેમને  મળવા આવ્યું ને મુલાકાત  બાદ તેમણે મહાત્મા ને ત્રણ વાંદરાની મૂર્તિ ભેટ આપી હતી. એ સમયે ચીનમાં  એ રમકડાની બહુ બોલબાલા હતી, ખૂબજ પ્રસિધ્ધ હતુ.  આ પ્રસંગ બાદ ગાંધીજી સાથે આ ત્રણ વાંદરાની  મૂર્તિ જોડાઈ ગઈ હતી. બાપુને ત્રણ આ રમકડું ખૂબજ  પ્યારૂ હતુ. ત્રણેય વાંદરાના જાપાનીઝ ભાષામાં  નામ છે. યુનેસ્કોએ તેની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આ  રમકડાને સ્થાન આપ્યું છે. જાપાનમાં વાંદરાને  બહુજ બુધ્ધી શાળી માનવામાં આવે છે.   ત્યાંનો  શિન્ટો  સંપ્રદાય તેને ખુબજ સન્માન  આપે છે.

વાનર પ્રાણી સમગ્ર વિશ્ર્વમાં જોવા મળે છેતે 10 થી 20ના ટોળામાં રહે છે. જેમાં મોટો નર  સરદારત રીકે ફરજ બજાવીને સમગ્ર  ઝુંડનું રક્ષણ કરે છે. સવાર સાંજ ખોરાક શોધવા પણ નીકળેછે. મોટાભાગે વાંદરા   બપોરે ઝાડપર   વિશ્રામ કરે છે.ફળ વાળા વૃક્ષો પર વધુ જોવા મળેછે. કારણ કે તેમને ત્યાંથી જ   સરળતાથી ખોરાક મળી શકે છે.તેજમીન ઉપર લાંબો સમય  બેસતા નથી.  તેમનું આયુષ્ય 25 વર્ષ જેટલું હોય છે. લંબાઈ 110  સે.મી. અનેઉંચાઈ  75 સે.મી.  બેસેલ અવસ્થામાં જોવા મળે છે.વાંદરાનું વજન 15 થી 20 કિલોજેટલું  હોય છે.   તેમનો સંવનન કાળ ઉનાળો છે.  ગર્ભકાળ 6 માસનો  હોય નેશિયાળામાં બચ્ચાને  જન્મ આપે છે. માદા સાડા ત્રણ વર્ષે અને નર 4 વર્ષે પુખ્ત થઈ જાય છે.વાંદરા શુધ્ધ શાકાહારી છે,ફળ-ફુલ પાન અને  કંદ મૂળ જેવા  ખોરાક લે છે. વાંદરા મોટાભાગે આછા જંગલો અને માનવ વસ્તી નજીક ઝાડીવાળો વિસ્તાર રહેણાંક  માટેપસંદ કરે છે.

ગાંધીજીના   ત્રણ વાંદરાના નામોમાં  પ્રથમ વાંદરો  કીકાઝારૂ જે  બંને હાથોથી કાન ઢાંકીને  ખરાબ ન સાંભળવાની વાત કહે છે. બીજો વાંદરો મિઝારૂ જે બંને હાથોથી આંખો ઢાંકીને   ખરાબ ન જોવાની વાત કરે છે.  ત્રીજો વાંદરો  ઈવાઝારૂ જે બંને હાથોથી   મોં ઢાંકીને  ખરાબ બોલવું નહી તેવી વાતનો સંદેશ  આપે છે. સાબરમતીના હૃદયકુંજમાં આ ત્રણ વાંદરાની મૂર્તિ આજે પણ છે.

વાંદરો એએકમેરૂ દંડ ધારી સસ્તન  પ્રાણી છે. તે મોટા કુદકા મારી તેના હાથ વડે લટકી   ને એક જગ્યાએથી  બીજી જગ્યાએજવા માટે ચાલેછે.  કોઈપણ પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા સૌથી લોકપ્રિય હોય છે.  આ પ્રાણીઓનું અવલોકન કરો તો  તમામ વર્તુણક આપણાજેવી  જોવા મળે છે. વાંદરા  નાના અને મોટા હોય છે. સાવનાનો  પિગ્મી વાનર અને સૌથી મોટો   ગોરીલા વાનર છે.તેમના  શરીર કરતા પૂંછડી  લાંબી હોય છે. કેટલાક વાનરની પ્રજાતિમાં પૂછડી હોતી નથી. વાંદરાઓનું  મગજ ખુબજ સચેત હોય છે. તે આપણે તેને તાલિમ આપીએ તોબધું જ શીખી  જાય છે.   જુના વિશ્ર્વના અને નવાવિશ્ર્વમાં વાંદરાની   વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આફ્રિકા અને એશિયામાં તે   વધુ જોવા મળે છે. દક્ષિણ યુરોપમાં એક માત્ર જંગલી વાનરો રહે છે.  જુના વિશ્ર્વમાં તેની  80 થી વધુ જાતો જોવા મળેછે. 1970ના દાયકાથી   વાનરો ઉપર વિસ્તૃત સંશોધન  કાર્યક્રમ શરૂ  કરવામાં આવ્યા હતા.

આપણે સૌ  લગભગ વાંદરા-મકાક-બબૂન-ગોરીલા અને ઓરંગુટન્સથી પરિચિત છીએ આ જાત લગભગ દરેક પ્રાણી ઘરમાં જોવા મળે છે.  વાંદરા ખૂબજ  વિકસિત પ્રાણી છે તે વિવિધ  અવાજોનાં   માધ્યમથી   એકબીજા સાથે   વાતો કરે છે.  તેમની ઈચ્છા અને લાગણી   વ્યકત કરે છે.   રીસસવાનર, હુમાડ્રિલ,  બ્લેક હોલર, ચિમ્પાન્જી, ગોરીલા, વ્હાઈટગીબોન, ઓરંગુટાન, ટેસ્ટીરન્સકસ્ટર્ડ, સોનેરી વાંદરા,  બાલ્ડ  ઉકરી, રાઈનોપીથેકસ, લંગુર જેવી વિવિધ  પ્રજાતિનાં  વાંદરા   વિશ્ર્વમાં જોવા મળે છે.  100થી વધુ  પ્રકારના અવાજો કાઢેછે. વાંદરાની 400થી વધુ જાતિઓમાં દેખાવમાં  ભિન્ન છે, નિવાસ સ્થાન અને પોષણની જરૂરિયાત પણ ભીન્ન છે.

વિશ્ર્વમાં વાંદરાઓની 400થી વધુ પ્રજાતિઓ 

પૃથ્વી પર  વિવિધ પ્રજાતિના 400થી વધુ પ્રકારનાં   વાંદરાઓ જોવા મળે છે.તે 100 થી વધુ પ્રકારનાં  અવાજોકાઢી શકે છે.જુદાજુદા  અવાજોથી   તેએક બીજા સાથે  વાતો કરે છે.દરેક  પ્રાણીઘરમાં   વાંદરા-મકાક, ગોરીલા,  બબૂન અને  ઓરંગુટન્સ વધુ જોવા મળે છે. વાંદરા પોતાની ઈચ્છા અને લાગણી વ્યકત કરવા અવાજોનો સહારો  લે છે.  દરેક પ્રજાતિ દેખાવમાં  ભિન્ન લાગે છે.  અને તેના નિવાસ સ્થાન અને પોષણની જરૂરિયાત  પણ ભિન્ન  જોવા મળે છે.

ત્રણ વાંદરાના નામ કીકાઝારૂ,  મિઝારૂ અને ઈવાઝારૂ

ગાંધીજીના  ત્રણ વાંદરાઓનાં પણ જાપાનીઝ  ભાષામાં નામ છે,જેમાં પ્રથમ  વાંદરો ‘કીકાઝારૂ’ જે બંને હાથોથી કાન ઢાંકીને   ખરાબ ન સાંભળવાની વાત કહે છે. બીજો  વાંદરો ‘મિઝારૂ’ જે બંને હાથોથી આંખો ઢાંકીને ખરાબ ન જોવાની વાત કરે છે. ત્રીજો  વાંદરો ‘ઈવાઝારૂ’ જે  બંને હાથોથી મોં ઢાંકીને   ખરાબ ન બોલવાની વાત કરે છે. આ રમકડાને  આજે વિશ્ર્વભરમાં નામના મેળવી છે.  ગાંધીજીના ‘તીન બંદર’  રમકડાની   વાતોબહું ઓછા લોકો જાણે છે. મહાત્માને  સૌથી પ્યારૂ  આ રમકડું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.