ખાદી ગ્રામદ્યોગ ભવન ત્રિકોણબાગના મેનેજર જીતેન્દ્રભાઇ શુકલની યાદી જણાવે છે કે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીની શરુઆત થઇ ગઇ, ગાંધીજયંતિ થી ખાદીમાં વળતર (રિબેટ) આપવાનું શરુ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે વિશેષ રિબેટ આપવાનું શરુ થયેલ છે.
આ વર્ષે ગુજરાત ખાદી ઉપર ૨૫ ટકા વળતર આને પરપાંત ખાદી ઉપર ૧૦ ટકા વળતર આપવામાં આવશે. ખાદી ગ્રામદ્યોગ ભવન ત્રિકોણ બાગનું એક જ દિવસમાં ખાદીનું ૯.૩૦ લાખ તથા ગ્રામોદ્યોગ હેન્ડીગ્રાફટનું ૧.૭૦ લાખ મળી એક જ દિવસમાં ૧૧ લાખનું વેચાણ થયું છે. જે ગયા વર્ષ કરતા ૧ લાખ વધુ છે.
ખાદીમાં ડીઝાઇનરોએ તૈયાર કરેલ લેડીઝ ડ્રેસ, ટીશર્ટ, ટોપસ તેમજ જેન્ટસના શર્ટ, કૃર્તા, કોટી, લેધા, ટીશર્ટ તથા ખાસ યુવાનોનું પ્રિય ડેનીમ જીન્સ ૧૦ કલરમાં ઉપલબ્ધ છે. ગ્રામોદ્યોગ તથા હેન્ડી ક્રાફટમાં અવનવી વસ્તુ ઉપલબ્ધ છે. તેવું ખાદી ગ્રામોદ્યોગ ભવન ત્રિકોણબાગના મેનેજર જીતેન્દ્રભાઇ શુકલએ જણાવ્યું હતું.