૫૫ વર્ષથી વધારેના અને ૫૦ ટકાથી વધુ સજા કાપી ચૂકેલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય: રાજકોટ જેલમાંથી ૧૬ કેદીઓને આઝાદ કરાશે
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના ૧૫૮ કેદીઓને જેલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય સરકારોને આપેલા આદેશોને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ ૨૨૯ કેદીઓને અત્યાર સુધીમા જેલ મુક્તિ આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ મળીને ૩૮૭ કેદીઓને મુક્તિ આપવામાં આવી છે.
જેલ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ કારાવાસના કેદીઓને જેલ મુક્તિ મળ્યા બાદ સમાજમાં પુન:સ્થાપિત થઈને બાકીનું જીવન સ્વમાનભેર વીતાવે તેવા આશયને ફળીભૂત કરવા માટે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.
કેદીઓને આપવામાં આવેલી જેલમુક્તિની વિગતો આપતા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ૫૫ વર્ષ કે તેનાથી વધુ વયના થઈ ગયેલા અને જેલની કુલ સજામાંથી ૫૦ ટકાથી વધુ સજા ભોગવી ચૂકેલા કેદીઓને મુક્તિ આપવામાં આવી છે. તેમાં એક મહિલા કેદીનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે ૬૦ વર્ષથી વધુ વયના થઈ ગયેલા અને ૫૦ ટકાથી વધુ કારાવાસ પૂરો કરી દીધો હોય તેવા ૫ પુરુષ કેદીઓને અને ૬૬ ટકાથી વધુ સજાનો ગાળો પૂરો કરી દીધો હોય તેા ૩૮૧ કેદીઓને જેલમુક્તિ આપવામાં આવી છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજીની ૧૫૦મી જયંતી નિમિતે ગુજરાતમાંથી ૧૫૮ કેદીઓની ૬૬ ટકા જેલની સજા પુરી કરી હોય તેવા કેદીઓને જેલમુકત કરવામાં આવ્યા છે જે પૈકી રાજકોટ જિલ્લા જેલમાંથી ભરણપોષણનાં ગુનામાં સજા ભોગવતા ૧૬ કેદીઓની સજા માફ કરવામાં આવી છે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે રાજયની તમામ જેલોમાં સજા ભોગવતા અને ૬૬ ટકા સજા ભોગવી ચુકેલા કુલ ૧૫૮ કેદીઓની સજા માફ કરવામાં આવતા જેલમુકત કરાયા છે. અગાઉ ગુજરાતમાં ૨૨૯ કેદીઓને અને અત્યાર સુધીમાં કુલ ૩૮૭ કેદીઓને જેલ મુકત કરાયા છે. જેલનાં રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે, મહાત્મા ગાંધીએ કારાવાસનાં કેદીઓને જેલ મુકિત મળ્યા બાદ સમાજમાં પુન: સ્થાપિત થઈને બાકીનું જીવન સ્વમાનભેર જીવી શકે તેવા આશયને ફળીભુત કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણય લીધો હતો.
ગુજરાતની તમામ જેલોમાં સજા ભોગવતા કેદીઓની ૬૬ ટકા સજા પુરી કરી હોય અને જેલમાં તેઓની વર્તણુક સારી હોય તેવા કેદીઓને ગુજરાતની તમામ જેલોમાંથી કુલ ૧૫૮ કેદીઓને જેલ મુકત કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવતા અને ૬૬ ટકા સજા પુરી કરી ચુકેલા તથા ભરણપોષણ કેસમાં સજા ભોગવતા ૧૬ જેટલા કેદીઓની સજા માફ કરી દઈ જેલ મુકત કરવામાં આવ્યા છે.