શહેરના ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી સ્વચ્છતા રેલી યોજાઈ

તા.રજી ઓકટોબર ના રોજ મહાત્મા ગાંધી જયંતિ નીમીતે માણાવદર નગરપાલિકા દ્વારા શ્રમદાન, સ્વચ્છતા રેલી અને પ્લાસ્ટિક એકત્રીકરણ જુવા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફીસર, પદાધિકારીઓ, શહેરના અગ્રણી વેપારીઓ, લાયન્સ હાયર સેક્ધડરી સ્કુલ અને પે-સેન્ટર શાળા-ર ના વિઘાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહેલ હતા. સૌ પ્રથમ ગાંધીજીની પ્રતિમાને ફુલહારથી સન્માનીત કરવામાં આવ્યા બાદ ઉ૫સ્થિત તમામ લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવામાં આવ્યા. ત્યારબાદ ચીફ ઓફીસર અને પે-સેન્ટર શાળા-ર ના આચાર્ય દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહારથી સન્માનીત કર્યા બાદ નગરપાલિકાના પ્રમુખ જગમાલભાઇ હુંબલ અને અન્ય પદાધિકારીઓ, ચીફ ઓફીસર, અગ્રણી વેપારીઓ અને પાલિકા કર્મચારીઓ દ્વારા આંબેડકર ચોકમાં સામુહીક સફાઇ કરી શ્રમદાન કરવામાં આવેલ હતું. અને શહેરમાંથી પ્લાસ્ટીક એકત્રીત કરવામાં આવેલ હતું. આમ શ્રમદાન, સ્વચ્છતા રેલી અને પ્લાસ્ટીક એકત્રીકરણના ત્રિવિધ કાર્યક્રમોનું નગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી.

આ તકે ચીફ ઓફીસર એચ.કે. નંદાણીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, સમગ્ર શહેરમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક ના વેચાણ અને ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને આ બાબતે હવે પછી નગરપાલિકા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું વેચાણ કરતા આસામીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યક્રમ અન્વયે લાયન્સ કલબ દ્વારા શહેરમા કાપડ થેલીઓનું વિતરણ કરવામાં આવેલ હતુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.