દારૂનું સેવન આદિકાળથી થતું આવ્યું છે. રાજા રજવાડાના સમયમાં મહેમાનગતિ કરવા માટે મદીરાની મહેફિલ યોજવામાં આવતી હતી. દારૂનું વધારે પડતું સેવન સામાજીક રીતે બરબાદીનું કારણ બન્યું છે. દારૂને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો હેલ્થ માટે દવા સમાન છે. મહાત્મા ગાંધીની જન્મ ભૂમિને દારૂ મૂક્ત રાજય તરીકે આઝાદી સમયથી જ જાહેર કરી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. ગાંધી “રાજમાં દારૂનું “કારણ રાજકારણ બની ગયું છે. દારૂબંધીના કાયદાના કારણે ગુજરાત ૧૫ હજાર કરોડની એકસાઇઝ અને વેટની આવક ગુમાવી દારૂબંધીનો કડક અમલ કરાવવા સરકારના પ્રયાસો પ્રશસંનીય અને આવકાર્ય છે. પરંતુ દારૂબંધીના કાયદાની આડમાં દારૂબંધીનો અમલ કરાવનાર અંગત આર્થિક લાભ મેળવી દારૂબંધીના કાયદાને અને સરકારના પ્રયાસને અર્થહીન બનાવી રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેટલીક કડક જોગવાય લાગુ પાડી ગુજરાતમાંથી દારૂના દૈત્યને દેશવટો આપવા કટ્ટીબધ્ધ બની દારૂના ધંધાર્થીઓ સરળતાથી ન છુટે અને દારૂની હેરાફેરીના ઉપયોગમાં લેવતું વાહન પણ સરળતાથી ન છુટે તેવો કાયદો કડક બનાવ્યો છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ તાજેતરમાં જ ડ્રગ્સ અને દારૂના ધંધાર્થીઓ પર તુટી પડવા આદેશ જારી કરી ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને શાળા-કોલેજ પાસે થતા નશીલા પર્દાથનું વેચાણ બંધ કરાવવા તાકીદ કરી છે.
પ્યાસીઓ હેલ્થના ઓઠા તળે પરમીટ કઢાવી દારૂબંધીના કાયદામાંથી છટકવા પ્રયાસ કરતા હોવાથી સરકારે હેલ્થ પરિમીટ નવી આપવાનું બંધ કરી દીધું છે અને જેઓ પાસે હેલ્થ પરમીટ છે. તેઓની રિન્યુ કરવાની ફી માં બમણો વધારો કરી આડકતરી રીતે હેલ્થ પરમીટ બંધ કરી દીધી છે.
ડેપ્યુટી મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે પણ દારૂબંધીના કાયદાના કારણે ગુજરાતને રૂા.૧૫ હજાર કરોડની એકસાઇઝ અને વેટની આવક ગુમવતા હોવાનું કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ જાહેર કરી વધારાની ગ્રાન્ટ ફાળવવા અનુરોધ કર્યો છે.
ગુજરાતના દારૂબંધી માટે સરકાર કટ્ટીબંધ છે. પણ તેનો અમલ કરાવવાની સિધી જવાબદારી ગૃહ વિભાગની છે. ગુજરાતની બાજુમાં જ આવેલા રાજસ્થાન અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાંથી દારૂ ઘુસાડી ગુજરાતના ગામે ગામ પ્યાસીઓ સુધી પહોચત કરવામાં બુટલેગરો સફળ બને છે. તેની પાછળના કારણને પોલીસની મીઠી નજર અને સાંઠગાંઠ ગણવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવવા માટે કેટલી ચેકપોસ્ટ માર્ગમાં આવે છે તેમ છતાં બુટલેગરો અભિમાન્યુના સાત કોઠા વિંધીને ગામે ગામ દારૂની બોટલ સપ્લાય કરે છે. આ જ રીતે દમણ અને દિવથી પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે.
દારૂના ધંધાર્થીઓ ચેક પોસ્ટથી બચવા માટે ‘રઇશ’ ફિલ્મની જેમ દરિયાય માર્ગે દારૂ ઘુસાડી રહ્યા હોવાનું પોલીસ પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યા છે. ત્યારે ‘સિંધમ’ ફિલ્મમાં હીરો અજય દેવગણનો એક ડાયલોક અહીં પોલીસ માટે સિધો લાગુ પડે છે. ‘પોલીસ ધારે તો એક પણ મંદિરેથી ચપ્પલ પણ ચોરી ન થાય’ તેમ શું દરિયાય માર્ગે દારૂ ગુજરાતમાં લાવવામાં આવતો હોય અને પોલીસ અજાણ હોય તેવું બને?
ગુજરાતમાં હેલ્થ પરમીટ માત્ર પુરૂષો જ કઢાવે છે તેવું નથી રાજયમાં હેલ્થ પરમીટ ધરાવતી મહિલાઓની સંખ્યા પણ ઘણી વધારે નોંધાયેલી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના નશાબંધી વિભાગમાં મહિલાઓના નામે હેલ્થ પરમીટ ધરાવે છે. અને તેઓ નિયમિત રીતે દારૂનું સેવન કરી પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ અને વડોદરામાં મહિલાઓની મદીરા મહેફીલ પર પોલીસે દરોડો પાડયો હતો. તે રીતે રાજકોટના નવલનગર વિસ્તાની શિતલબેન લાલજીભાઇ હાડા અને પ્રિય દર્શની સોસાયટીની આશાબેન જયેશભાઇ હાડા નામની મહિલાઓ ગુરૂપ્રસાદ ચોક પાસેની ત્રિવેણી સોસાયટીમાંથી નશો કરેલી હાલતમાં પોલીસને મળી આવતા બંને સામે માલવીયાનગર પોલીસે પાસ પરમીટ વિના નશો કરવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આ પહેલા પણ રાજકોટમાં પાયલ બુટાણી અને સોનું ડાંગર નામની વિવાદાસ્પદ યુવતી નશો કરેલી હાલતમાં મળી આવી હતી.
ગુજરાતમાં વિદેશી દારૂની સાથે દેશી દારૂનું વેચાણ પણ એટલું જ ફાલ્યુ ફુલ્યું છે. દેશી દારૂનું દુષણ ગામે ગામ પહોચી ગયું છે. દેશી દારૂ કયાં વેચાણ થાય છે તે પોલીસના ટોચના અધિકારીથી માંડી નાના કોન્સ્ટેબલ સુધી ખબર જ હોય છે. તેમ છતાં દેશી દારૂના ધંધાર્થીઓ સામે અંગત આર્થિક ફાયદા માટે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી અવાર નવાર લઠ્ઠાકાંડ સજાર્ય છે. આવા કાંડ સર્જાય ત્યારે પોલીસ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરાવી દારૂના વેચાણ બંધ કરાવવા અર્થહીન કવાયત શરૂ કરે છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ કરાવવામાં પણ કારણ છુપાયેલું રહ્યું હોય તેમ દારૂના જંગી જથ્થો પકડવામાં આવે છે પણ તે જથ્થો મોકલનાર સુધી કે દારૂ મેળવનાર કયારેય પકડાતો નથી માત્ર ડીલીવરીમેન જ પકડાય છે. દારૂ પકડાનર પોલીસ અધિકારીએ કંઇ રીતે તપાસ કરી અને શા માટે સપ્લાયર કે દારૂની ડીલીવરી મેળવનારને પકડયા નહી તે અંગેનો ખુલાસો પૂછવામાં આવે તો પણ દારૂબંધીના કાયદાને અસરકારક બનાવી શકાય તેમ છે.