સ્વ.ઇન્દિરા ગાંધી રજવાડાઓના વિશેષાધિકારો પૂર્ણ કર્યા હતા તેમ મોદી સરકારે ગાંધી પરિવારના વિશેષાધિકારો ઓછા કર્યા
પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધી દેશના પૂર્વ રજવાડાઓના વિશેષાધિકાર અને ઠાઠમાઠ પૂર્ણવિરામ મુકવા માટે નિમિત બનયા હતા. દેશના ૫૨૨ થી વધુ રજવાડાઓને ભારતના ભળવાના નિર્ણયના શિરપાવ રુપે ખાસ વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા. જેમાં રાજયોને તેમના દરજજા મુજબ વાર્ષિક સાલિયાણાની આવક, વાહન પર લાલ બોર્ડ, સુરક્ષા બંદોબસ્ત વ્યવસ્થા માટે સરકારના ખર્ચે પોલીસ અને કમાન્ડોની ફાળવા જેવી અપાયેલી સહેુલત લોખંડી મહીલા ગણાતા ઇન્દીરા ગાંધીએ એક ઝાટકે રદ કરીને રાજાને પ્રજા સમાન બનાવી દીધા હતા.
લોકશાહી દેશમાં આમ અને ખાસનો ભેદભાવ જેવા વિચારધારા ઇન્દિરા ગાંધીએ આપી હતી. સામાન્ય પણું ઇન્દિરા ગાંધીના પરિવારને સ્વીકારવું પડશે.
સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કેન્દ્રની મોદી સરકારે એસ.પી.જી. સુરક્ષા કવચ હટાવી લેવાતા તેમને એરપોર્ટ પર સામાન્ય નાગરીકની જેમ ચેકીંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
નાગરીક ઉડ્ડયન સુરક્ષા વ્યવસ્થા સંસ્થાન પાસે દેશ ના ૩૦ ડબલ્યુ.આઇ.પી. ઓની યાદી આવી છે જેમાં આવી વ્યકિતને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં ખાસ છુટ મળતી હોય છે. એસ.પી.જી. સુરક્ષા ધરાવતા નેતાઓમાં કોંગ્રૅેસના ત્રણ નેતાઓ અને તેમના જમાઇને ખાસ છુટ મળતી હતી. હવે એસ.પી.જી. સુરક્ષા પાછી ખેંચી લેવાતા સોનિયા, રાહુલ, પ્રિયંકાને સામાન્ય માનવની જેમ ચેકીંગ પ્રક્રિયા માંથી પસાર થવું પડશે. સરકારે ૩૦ મહાનુભાોને એસ.પી.જી. સુરક્ષાની અલાયદી વ્યવસ્થા આપી છે જેમાં ઉ૫રાષ્ટ્રપતિ, લોકપાલના સદસ્યો, રાષ્ટ્રપતિના સહયોગી અને એસ.પી.જી. સુરક્ષા મળે છે. હવે ગાંધી પરિવારના સભ્યોને ઝેડ+ ની સી.આર.પી.ઇ. સુરક્ષા આપવામાં આવી છે.
એરપોર્ટના ચેકીંગમાંથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજયપાલ, પૂર્વ ન્યાયમૂર્તિ, કેન્દ્રીયત કેબીનેટ મંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, લોકસભા સભ્ય રાજયસભાના નેતા અને ભારત રત્ન પુરસ્કૃત વ્યકિતઓને જેમ મળે છે. તેવા દરજજો મળતો હતો તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી દેશની સુરક્ષા વ્યવસ્થા એસ.પી.જી. સુરક્ષા ધરાવતા આ લાંબાલચક યાદીથી પરેશાન હતી, રોબોટ વાડરા જેવા બહારના વ્યકિતઓ પણ આ લીસ્ટમાં સામેલ હતા.
સુરક્ષામાંથી બાકાત રાખવાનું મતલબ એવું થાય છે કે હવે વીવીઆઇપી ઓ તેમની બેગ લઇ જઇ શકે છે અમે આવા મહાનુભાવોની અવર જવર માં ખુબ મુશ્કેલીઓ અનુભવતા હતો. લોકોની વચ્ચે આવા વ્યકિતઓની વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલીઓ થતી હોવાનું નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું. એસ.પી.જી. સુરક્ષા વ્યવસ્થામાંથી હવે સોનિયા,રાહુલ અને પ્રિયંકાને બાકાત કરી દેવામાં આવ્યા છે.