શહેરમાં ગાંધીની પાઠશાળા…
સમગ્ર ભારતમાં બીજી ઓકટોબર ગાંધી જયંતિ દિવસે છેલ્લા ૧૬ વર્ષથી ગાંધી વિચારના પ્રચાર પ્રસારના હેતુ સાથે ગાંધીજીના જીવન કવન આધારીત બે ડઝનથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ જીવંત ફલોટસ જયુબેલી ચોક ગાંધીજીની પ્રતિમાથી પ્રારંભ કરી રાજકોટના રાજમાર્ગો પર ગાંધી વિચાર રેલાવી વાતાવરણને ગાંધીમય કરતા રાષ્ટ્રીય શાળા ખાતે વિરામ પામી પ્રાર્થનાસભા બાદ વિસર્જન થતુ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ વર્ષની યાત્રા દરમ્યાન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળા, ગાંધીજીના પપૌત્ર તુષારભાઈ ગાંધી, તારક મહેતાના ઉલટા ચશ્માની ટીમ સહિતનાઓ સહભાગી બની ચુકયા છે.
પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્ર્વ અને ભારતમાં કોરોના મહામારીનો હાહાકાર છે. રાજકોટમાં પણ કોરોના બેકાબુ બન્યો છે અને રોજે રોજ પોઝીટીવ કેસ વધી રહ્યા છે તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ સામાજીક મેળાવડાની મનાઈ હોવાથી ચાલુ વર્ષે ગાંધી વિચાર યાત્રાનું આયોજન મુલત્વી રાખેલ હોય પરંતુ ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે વિહાન વોરા, ગીત અને ચંચલ આ બાળકો દ્વારા ગાંધી, કસ્તુરબા અને ડોકટરના પાત્રો ભજવી, ગાંધીજી અને કસ્તુરબા પ્રજાને અપીલ કરે છે કે મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે …? તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, હાથ, ધોવા, માસ્ક પહેરવું સહિતના સંદેશ આપી રહ્યા છે. તેમજ આ સમગ્ર સોશિયલ મીડિયા, પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડિયાના માધ્યમથી છેવાડાના નાગરીક સુધી આ જનજાગૃતિ ફેલાવવાનું બીડુ ફ્રિડમ યુવા ગ્રુપ અને ગાંધી વિચારયાત્રા સમિતિ દ્વારા ઉપાડવામાં આવેલ છે. ગાંધી જયંતિના દિવસથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સમગ્ર આયોજન સંસ્થાના સ્થાપક અને ગાંધી વિચાર યાત્રાના પ્રણેતા ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કિરીટ ગોહેલ, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહિત, નિમેષ કેસરીયા, અલ્પેશ ગોહેલ, અલ્પેશ પલાણ, જયપ્રકાશ ફૂલારા, રસિક મોરધરા, અજીત ડોડીયા, સંજય ચૌહાણ, જય દૂધૈયા, જય આહિર, રોહિત નિમાવત, ધવલ પડીઆ, મીલન વોરા, ધ્રુમીલ પારેખ, ચંદ્રેશ પરમાર, દિલજીત ચૌહાણ, રજન સુરુ સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.