ચરમસીમાએ પહોંચેલી ચૂંટણી નિમ્નકક્ષાએ!
કમલ હાસને ગોડસેની કરેલી ટીકાના જવાબ આપતા સાધ્વીનું વિવાદીત નિવેદન: ભાજપે નિવેદનને અંગત ગણાવી કિનારો કર્યો, કોંગ્રેસ સહિત વિપક્ષોના ભાજપ પર આકરા પ્રહારો
લોકસભાની ચૂંટણીનો માહોલ દેશભરમાં જામ્યો છે અને ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન રવિવારે થવાનું છે ત્યારે દેશભરમાં પ્રવર્તી રાજકીય ગરમાગરમી ના માહોલ વચ્ચે ભાજપના ભોપાલના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા નિવેદનેભારે વિરોધનો વંટોળ ઉભો કર્યો છે.
ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટણી લડી રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવારે નથુરામ ગોડસેના નિવેદનથી દેશના રાજકીય મંચ ઉપર મોટો વિવાદના વંટોળ ઉભા કરી દીધા છે ફિલ્મ અભિનેતા કમલ હસને નથુરામ ગોડસેને આઝાદ ભારતના પ્રથમ હિન્દુ આંતકવાદી ગણાવ્યા હતા. જેના જવાબમાં ભોપાલ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવીને કમલ હાસનના ગોડસે અંગેના નિવેદન અને ખાસ કરીને હિંદુ આંતકવાદ શબ્દપ્રયોગ પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
પ્રજ્ઞા ઠાકુરનો આ નિવેદન દેશભરના માધ્યમો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દેનાર બન્યો હતો અને ચૂંટણીપંચે પણ આ નિવેદન અંગે ગંભીર પગલાં ભરીને મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી સંપૂર્ણ અહેવાલ માંગ્યો હતો.
માલેગાવ ધડાકામાં જામીન પર છૂટેલા પ્રજ્ઞા ઠાકુરે કમલ હાસનના જે અંગે ના હિન્દુ આંતકવાદના નિવેદનને પગલે ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો કોંગ્રેસે ભાજપ સામે દેશના સ્વતંત્ર સંગ્રામ અને સંસ્કૃતિ માટે ઘાતક પ્રવૃત્તિના આક્ષેપો કર્યા હતા જોકે ભાજપે પ્રજ્ઞા ઠાકુરના ગુસ્સા અંગેના નિવેદનથી પક્ષને સલામત રીતે અંતરે રાખ્યું હતું આ નિવેદન પ્રજ્ઞા ઠાકુરનું વ્યક્તિગત મંતવ્ય હોવાનું જાહેર કર્યું હતું કે ભાજપે પ્રજ્ઞા ઠાકુરને કોંગ્રેસના દિગ્વિજયસિંહ સામે મેદાનમાં લવાયા છે.
અગાઉ ૨૬/૧૧ના બોમ્બ ધડાકામાં શહીદ થયેલા જવાન હેમંત કરકરેનું આંતકવાદીની ગોળીથી પોતપોતાના શ્રાપથી થયો હોવાનું નિવેદન કરીને પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં આવ્યા હતા સાથે-સાથે પ્રજ્ઞા ઠાકુરે ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસમાં પોતે સામેલ હોવાનું ગૌરવ હોવાનું નિવેદન કર્યું હતું.
ભાજપે પ્રજ્ઞાના ઠાકુરના નિવેદનોને પોતાના વ્યક્તિગત મંતવ્ય હોવાનું જાહેર કર્યું હતું. કરકરે અંગેના નિવેદન બાદ ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુર પર ત્રણ દિવસ નો પ્રચાર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ભાજપના નેતાઓએ પણ સંયમ જાળવવા તાકીદ કરી હતી અને ભોપાલની ચૂંટણી સુધી શાંતિ જાળવવા અપીલ કરી હતી.
પરંતુ માલવાની માં વિસ્તારમાં પ્રચાર વખતે પત્રકારએ કમલ હાસનના ગોડસે અંગેના નિવેદન અંગે પૂછતા પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હતું કે નથુરામ ગોડસે દેશભક્તો લોકોએ મતદાન કરી તેનો જવાબ આપવો જોઈએ દિગ્વિજયસિંહે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનને દેશદ્રોહ ગણાવ્યો હતો.
નથુરામ ગોડસે ગાંધીજીનો હત્યારો હતો તેની સહાનુભુતિ કઈ રીતે થઈ શકે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે બાપુનો હત્યારો દેશભક્ત હે રામ તેમ લખી મતદારોને ભાજપ સામે લડત આપવા જણાવ્યું હતું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં આ મુદ્દો છવાઈ ગયો હતો અને પ્રચાર કર્યો હતો કે અંતિમ તબક્કા પેલા ભાજપ બે નકાબ બની ગઈ છે લોકોએ તેનો જવાબ આપવો જોઈએ.
સામાપક્ષે ભાજપના પ્રવક્તા હિતેશ વાજપેયીએ જણાવ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન યોગ્ય નથી જ પરંતુ કોંગ્રેસે પણ દિગ્વિજયસિંહને ઝાકીર નાયક અને અઝહર મસૂદના પ્રેમ અંગે પૂછવું જોઈએ જોકે પ્રજ્ઞા ઠાકુર એક મહિનામાં ત્રીજીવાર નિવેદનો થકી વિવાદમાં આવી ગયા છે.
જેમાં ભોપાલના ઉમેદવાર તરીકે પોતાનું નામ જાહેર થયા બાદ કરે પોતાના શ્રાપથી મુક્તિ પામી હોવાનું નિવેદન કર્યું હતું કે ચૂંટણીપંચે આ અંગે નોટિસ આપી ત્યારે ભાજપે પણ ઠાકુરને તાકીદ કરી હતી ત્રણ દિવસ પછી બાબરી મસ્જિદ ઘ્વંસમાં પોતાની ભૂમિકા હોવાથી ગૌરવ અનુભવું છું તેમ જણાવ્યું હતું ત્યારે પણ ભાજપે તેનો કિનારો કરી લીધો હતો.
જે બાદ ફરીથી પ્રજ્ઞા ઠાકુરે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી વિરોધ ઉભો કર્યો છે જોકે પક્ષે લગ્નના ઠાકુરન આ નિવેદન તેનો વ્યક્તિગત મંતવ્ય હોવાનું જણાવીને પક્ષને કોઈ લેવાદેવા ન હોવાનું જાહેર કરી દીધું છે. કમલ હસનના નિવેદનનો જવાબ આપતા પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધાના પગલે સમગ્ર દેશમાં ફરીથી પ્રજ્ઞા ઠાકુર વિવાદના વંટોળમાં આવી ગયા છે.
નવી સરકાર ખાલી જગ્યાઓ જલ્દી પૂરશે
લોકસભાનીચૂંટણી તેના અંતિમ તબકકામાં પહોચી છે અને આ ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ બેરોજગારીનો મુદો ઉપસ્થિત કરીને તમામ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ તુરંત ભરવાનો વાયદો કર્યો છે. જેથી ૨૩મી બાદ રચાનારી નવી સરકાર રોજગારીના મુદાને પ્રાધાન્ય આપે તેવી સંભાવના છે. જેથી વડાપ્રધાન કાર્યાલય દ્વારા તાજેતરમાં દેશભરની કેન્દ્ર સરકારની કચેરીઓમાં મજૂર થયેલી જગ્યાઓ અને હાલમાં ખાલી પડેલી જગ્યાઓથી વિગતો મંગાવી છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા વિવિધ વિભાગોને તાકીદ કરીને ખાલી જગ્યાઓની વિગતો મંગાવી હતી.
જેથી, વિવિધ વિભાગોએ તેમના વિભાગોમાં આંતરીક પરિપત્ર કરીને ૩૦ એપ્રીલ ૨૦૧૯ની સ્થિતિએ તેમના વિભાગમાં મંજૂર થયેલી જગ્યાઓ ભરાયલી જગ્યાઓ તથા ખાલી જગ્યાઓની વિગતો આપવા તાકિદ કરાય છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી મંગાવવાનો પરિપત્ર કરાયાનો બચાવ મોદી સરકારના પ્રોગ્રામ ઈમ્પીવેટેન્સન મંત્રી ડી.પી. સંદાનંદ ગોવડાએ કર્યો હતો.
ગોવડાએ જણાવ્યુંં હતુ કે વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જેથી તેમના દ્વારા આવી માહિતી માંગવામાં આવી હોય તેવું કહી ન શકાય. મારા મંત્રાલયમાં ૬૦૦૦ જેટલા કર્મચારીઓ છે. પરંતુ, આ મંત્રાલયમાં આવો પરિપત્ર કર્યો. હોવાનું મારા ધ્યાન પર નથી આ અંગે કેન્દ્ર સરકારના કર્મચારી એસોસીએશનના અધ્યક્ષ કે.કે. કટ્ટીએ જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે આ અંગે અમારી સાથે વાતચીત કરી નથી અમા‚ સંગઠન ખાલી સરકારી જગ્યાઓ ભરવા માટે લાંબા સમયથી માંગણી કરી છે.