રિધ્ધિ-સિધ્ધિના દાતા વિઘ્નહર્તા દેવનું આગમન શુકનવંતુ અને ફળદાયી છે તેમ સ્થાપન બાદ ભારે શ્રધ્ધા અને ભાવપૂર્વક પૂજન કરવામાં આવી રહ્યું છે. વિઘ્ન હર્તા વિદાય લે તે પહેલા લોકો જલ્દી જલ્દી એટલે કે પુડચ્યા વર્ષા લૌકર યા’ એટલે કે આવતા વર્ષે જલ્દ જલ્દી પાછા પધારજો એવા ડા વેણ સાથે ‘આવજો’ કહેવાના છીએ… એમનું આવાગમન શુકનકર્તા અને વિઘ્ન હર્તા બની રહેશે આમ તો આપણો દેશ અને આપણો સમાજ હરેક શુભ અવસરે એમને શુભશુકન અર્થે અગ્ર સ્થાને રાખે છે.
આપણા દેશને ને આપણા સમગ્ર સમાજને સૌથી વધુ આવશ્યકતા આદર્શ શિક્ષણ સંસ્થાઓની આદર્શ શિક્ષકોની અને આદર્શ રાજકર્તાઓની છે મતિશુધ્ધતાની છે અને નિર્ભેય તેમજ નિષ્પાપ ધર્માલયો તેમજ પવિત્ર તિર્થસ્થાનોની છે
ગણપતિબાપાને આપણો સમાજ રિધ્ધિસિધ્ધિના નાથ તરીકે તેમના હૃદયમાં અને મનમાં સદૈવ બિરાજમાન રાખે છે
શ્રી ગણેશ ગૌરીપુત્ર છે. બુધ્ધિચાતુરીમા તેઓ બિનહરિફ રહ્યા છે ભગવાન તરીકે તેમની સમીક્ષા થઈ શકે તેમ નથી. આપણા મહેમાન તરીકે આપણે આપણા દેશની વર્તમાન હાલત વિષે સમીક્ષા કરી શકીએ.
આપણા દેશના શિક્ષણ અને કેળવણીના હાલના ધોરણે વિષે આપણે લેશમાત્ર ગૌરવ લઈ શકીએ તેમ નથી.
આપણા વડાપ્રધાને આપણા દેશ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરી છે. એની ખૂબીઓ-ખામીઓ વિષે કાંઈ કહેવું એ ઘણું વહેલું ગણાશે.
આમ છતાં, આપણા સાહિત્યસ્વામી અને એક વખતના કેન્દ્રીય પ્રધાન તેમજ આપણા દેશનું બંધારણ ઘડવાની કામગીરી અર્થેની કમિટિમાં એક સભ્ય તરીકે સેવા આપી હતી તે શ્રી કનૈયાલાલ મુનશીએ સ્થાપેલા ભારતીય વિદ્યાભવનને શિક્ષણ ક્ષેત્રનાં એક મોડેલ તરીકે ગણવામાં આવ્યું હતુ, એની નોંધ લેવી પડે તેમ છે.
આપણા દેશનાં શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓની આ ખામી ખઊબીઓ જાણ્યા પછી આપણે આપણા શ્રી ગણેશ -રિધ્ધિસિધ્ધિના નાથને આપણે આપણા દેશની વર્તમાન બેહાલી પ્રત્યે અને બરબાદી અંગે અવગત કરવા ઘટે છે. તેઓ બધું જાણે છે અને મનમાં સઘળુ સમજે પણ છે.
ગત વર્ષે તેઓ પધાર્યા હતા અને સઘળું જોયું જાણ્યું હતુ એની સરખામણીમાં આદ શની ગરીબીનું ચિત્ર વધુ વકર્યું છે. ગણપતિનો અર્થ જનપતિ અર્થાત સમગ્ર પ્રજાના નેતા જેવો થાય છે. ગણેશ કહીએ તો તેઓ જન-જનના ઈશ પણ છે.
આપણા નેતાઓએ જો ગણપતિનો ખોફ ન વ્હોરી લેવો હોય તો તેમણે ગણપતિ વિસર્જન સુધીમાં આ દેશની પ્રજા પ્રત્યેનો ધર્મ બજાવવાની પ્રતિજ્ઞા લેવી પડશે…
ગણપતિની પ્રતિમાના વિસર્જનનો અર્થ ‘નવસર્જન’ થાય છે.
આપણો દેશ નવસર્જન માટે નવા નવાં પ્રયાણ કરે અને આપણા નૂતન વર્ષનો પ્રત્યેક દિવસ નવા સૂર્યોદયની તેજસ્વિતા લાવે એવી પ્રાર્થના કરીએ.