હવન-યજ્ઞ ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આનાના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાય અપાશે: કમલેશ મિરાણી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમીતીનાના ઇન્ચાર્જ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ સિઘ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમીતી દ્વારા રિઘ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રોજેરોજ વિવિધ સમાજના આગેવાનો, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, સંતો, મહંતો, પ્રેસ- મીડીયાના અગ્રણીઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાએ સિઘ્ધિ વિનાયક ધામ ખાતે મહારાજના પુજન અર્ચન દર્શન મહાઆરતી પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને ગણપતિ મંગલ મહોત્સવ સમીતીના ઇન્ચાજ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે સિઘ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના સાનિઘ્યમાં રોજેરોજ બાળકો મહીલા માટે અનેરી રસપ્રદ સ્પર્ધાઓ વિવિધ ધાર્મિક, ભકિતસભર, હાસ્યસભર તેમજ સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નિ:શુલ્ક સ્વાઇન ફલુ, ડેન્ગ્યુ ચીકન ગુનીયા જેવા રોગથી રક્ષણ મેળવવા રોગપ્રતિકારક દવાઓનું નિ:શુલ્ક વિતરણ અને સીવીલ હોસ્૫િટલના ગરીબ દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમોની વણજાર યોજવામાં આવી હતી. અને સિઘ્ધિ વિનાયક ધામ ખરા અર્થમાં શહેરીજનોન આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવતીકાલે રિઘ્ધિ સિઘ્ધીના દેવ ગણપતિબાપાને વેદોકત મંત્રોચ્ચાર-હવન, યજ્ઞ બાદ ભાવભીની વિદાય આપી વિર્સજન યાત્રા યોજવામાં આવશે તો આ વિસર્જન યાત્રામાં જોડાઇ દુંદાળ દેવના આશિર્વાદ ગ્રહણ કરી ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ ના પ્રચંદ નાદ સાથે વિદાય આપવા ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તથા શહેરની ધર્મપ્રેમીને જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી દેવાંગ માંકડ જીતુ કોઠારી કિશોર રાઠોડે જાહેર અનુરોધ કયો છે.