નવમાં વર્ષે બંગાળી લાઇટીંગ સાથે ૬૦ x ૧૨૦ ના ડોમમાં રોજના ૬૦ થી ૭૦ હજાર લોકો ઉમટે છે: કાલે સાંજે ૭.૩૦ કલાકે સ્થાપના, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો : આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ચંપકનગર સાર્વજનીક ગણેશ ઉત્સવ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગણેશજીની ભવ્ય પ્રતિમા અને ડેકોરેશન લોકોને આકર્ષતા આવ્યા છે. ત્યારે આ વર્ષે પણ ચંપકનગર ના ગણેશ ઉત્સવ માં મુંબઇથી મંગાવ.ેલી ૧૦ ફુટની પ્રતિમા, રજવાડી સેટ, ૬૦+૧૨૦ નો ડોમ તથા બંગાળી લાઇટીંગ દ્વારા ખાસ આકર્ષણ ઉભુ કરવામાં આવશે આ અંગે ચંપકનગર ગણેશ મહોત્સવના આયોજકો એ ‘અબતક’ને ‚બ‚ આવી માહીતી આપી હતી.જે મુજબ ચંપકનગર સાર્વજનીક ગણેશ ઉત્સ્વમાં આવતીકાલે સાંજે ૭.૩૦ કલાકે ગણેશ સ્થાપન કરવામાં આવશે તથા કાલથી તા.૪ સુધી રોજ સાંજે ૮.૩૦ કલાકે પૂજન અર્ચન તથા મહાઆરતી એક જ સમયે કરવામાં આવશે. તા.૩૧ને ગુરુવારે સાંજે ૪.૩૦ કલાકે સત્યનારાયણ  કથા તથાતથા તા.૩ને રવિવારે સવારે ૮:૩૦ થી બપોરે ૧:૦૦ સુધી રકતદાન કેમ્પનું આયોજન છે તથા તા.૫ સપ્ટેમ્બરે મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે વિસર્જન કરવામાં આવશે. રોજ લાડુનો પ્રસાદ વિતરણ પણ કરાશે.આ આયોજનમાં મુખ્યમંત્રી વિજયભાઈ ઉપરાંત વિઠ્ઠલભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ, મોહનભાઈ કુંડારિયા, જયેશભાઈ રાદડિયા અને ધનસુખભાઈ ભંડેરી પણ સમયાંતરે મુલાકાત કરશે. તેમજ આ કાર્યક્રમમાં કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ એક વખત ચોકકસ હાજરી આપે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મુકેશભાઈ રાદડિયા, ઉપરાંત તાનજી સાવંત, જીતેન્દ્રસિંહ જાડેજા, જયેશ ઢોલરીયા, કમલેશ દોમડિયા, ભાવેશ રૈયાણી તથા દિવ્યેશભાઈ વૈષ્ણવ  આયોજક સમિતિના સભ્યોને સહઆયોજક તરીકે વિઠ્ઠલ પી.રાદડીયા, કરશનભાઈ રાઠોડ, નીલેશ હાપલીયા, અમુભાઈ લુણાગરીયા, દલસુખભાઈ ચૌહાણ, પ્રતિક ગઢીયા, વિક્રમ ડાંગર, ચિરાગ ગોસ્વામી, ગીરીશભાઈ ઢોલરીયા, આશિષ રાઠોડ, કેશુભાઈ નકુમ, વિનુભાઈ ચૌહાણ, દાદાસા મોરકાના, દેવાંગ કુકાવા, રાયમલ રાઠોડ, રોહિત દાણીધારીયા, રાજુ વેકરીયા, હિતેષ મારકણા, પ્રવિણ પાનસુરીયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ ચંપકનગર ગણેશ મહોત્સવ સમિતિને સહયોગી સંસ્થા તરીકે પુજીત ‚પાણી મેમોરીયલ ટ્રસ્ટ, આર.ડી.ગ્રુપ, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી બાલક હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ, સદ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટ, કેશવ યુવા પરીષદ, કુમકુમ ગ્રુપ, પુરુષાર્થ યુવક મંડળ, સરદાર પટેલ આરોગ્ય ભવન, સારથી લોકસેવા ટ્રસ્ટ, શ્યામ યુવા ગ્રુપ, બેડીપરા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ, સદગુરુ સદન ટ્રસ્ટ, સમર્પણ યંગ ગ્રુપ, રંગીલા ધુન મંડળ, કિશન યંગ ગ્રુપ સહિતના સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. સહિત સમગ્ર ચંપકનગરના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં વધુ માહિતી માટે મો.નં.૯૮૨૫૦ ૭૭૩૦૯નો સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.