લાઇવ આરતી, દિપમાળા, બાળકો માટે વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા બુધવારથી રવિવાર સુધી બહુમાળી ભવન ચોક રેસકોર્ષ ખાતે પાંચ દિવસનો ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દરરોજ સવારે 10 કલાકે અને સાંજે 8:00 કલાકે રાખવામાં આવેલ છે. બુધવારના રોજ સાંજે ચાર કલાકે ગણપતિ દાદાની મૂર્તિ વાજતે-ગાજતે બહુમાળી ભવન ચોક ખાતે સ્થાપના કરવામાં આવશે તે સાથે સાંજે 8:00 વાગે મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે.
આ પાંચ દિવસની અંદર વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જેમાં લાઇવ આરતી બનાવવાની સ્પર્ધા, દીપમાળા, બાળકો માટે વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સત્યનારાયણની કથા અન્નકૂટ ડાંડિયા રાસ યજ્ઞ આવા અલગ-અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. કાર્યક્રમ માટે સંપર્ક સૂત્ર 96011 11121, 9879836384 આ કાર્યક્રમ યુવા દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.
જેમાં ક્ધવીનર દેવાંગભાઇ ઠાકર આયોજક કમિટી આનંદભાઇ પુરોહિત, કેયુરભાઇ જોશી, દર્શનભાઇ પંડ્યા અને નિશ્ર્ચલ જોશી કમિટી ચેમ્બર મોનિલભાઇ દવે, નવજીતભાઇ ભટ્ટ, વાસુભાઇ ઉપાધ્યાય, જગજીતભાઇ ભટ્ટ, વિરાજભાઇ ભટ્ટ, મીતભાઇ ભટ્ટ, ગૌરાંગભાઇ ત્રિવેદી, વિક્રમભાઇ ત્રિવેદી, અભયભાઇ દવે, કૃણાલભાઇ ભારદ્વાજ, બ્રિજેશભાઇ મહેતા, કનૈયા હર્ષિલભાઇ મહેતા, પ્રેમભાઇ મહેતા અને આચાર્ય હિરેનભાઇ ત્રિવેદી, આ બધા દ્વારા આ કાર્યક્રમની જહેમત ઉઠાવી રહ્યા છે.
તેમ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલ વિપુલભાઇ જાની, હિરલબેન જાની, માલતીબેન સાતા, ધર્મિષ્ઠાબેન વ્યાસ, પલ્લવીબેન જોષી, કલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું. સાડા ચાર ફૂટની સિંહાસન પરની વિશાળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ગણેશોત્સવમાં અનેરૂ આકર્ષણ લાવશે.