Abtak Media Google News
  • શહેરના દરેક મૂર્તિ વેંચાણ મંડપોમાં ‘બાપ્પા’ને લેવા ભાવિકોનો મેળો ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની સવિશેષ માંગ

ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. બાલગંગાધર તીલકે ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત પુનામાંથી કરી હતી. અને તેમણે જનજાગૃતિ  ફેલાવી અને આજે દેશભરમાં લોકપ્રિય તહેવારની જેમ ઉજવવામાં આવે છે.આજે ગણેશ  ઉત્સવ મહારાષ્ટ્ર પૂરતું જ  સીમીત ન રહેતા વ્યાપકક્ષેત્રે ફેલાઈ ને ભકતો ભાવથી ઉજવે છે.એમા પણ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં તો જાણે ગણેશ ઉત્સવ માટે ભાવિકોને અનોખો થનગનાટ  હોય છે. રંગીલા રાજકોટવાસી દરેક તહેવારને લઈને ઉત્સાહમાં હોય પરંતુ ગણેશ ઉત્સવ માટે કંઈક અનોખો જ ભાવ હોય છે. ત્યારે હવે બાપ્પાની પધરામણીને થોડો જ સમય બાકી રહ્યો છે. ત્યારે રંગીલા રાજકોટમાં અનેકવિધ મૂર્તિનું આગમન થઈ રહ્યું છે. અને લોકો પણ ‘બાપ્પા’ના સ્વાગતની રાહ જોઈ રહ્યા છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેંચાણ શરૂ થયું છે. વિવિધ અવનવા  શણગારથી સજજ એમાં પણ પર્યાવરણને ધ્યાને રાખી ઈકોફ્રેન્ડલી તેમજ ઝડપથી ઓગળી જાય તેવી મૂર્તિઓનો ખજાનો આવી ગયો છે.

ભારે હર્ષોલ્લાસ સાથે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે તો ફકત એક જ રંગના જેમ કે લાલ, સફેદ, ગ્રે આ ઉપરાંત વિવિધ સ્વરૂપે મૂર્તિઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે  શહેરીજનો પણ ગણેશજી વધામણાની ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે.

પી.ઓ.પી. મૂર્તિઓને ત્યજી માટીની મૂર્તિ લેવાનો  આગ્રહ રાખવો: સંજય જોબનપુત્રા

અબતક સાથેની વાતચીતમાં ભગવતી સીઝનના સંજય જોબનપુત્રાએ જણાવ્યું હતુ કે, છેલ્લા 2 વર્ષથી અમે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બોમ્બે, અમદાવાદથી લઈ આવી છીએ આ મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી તેમજ રત્નજડિત સિંહાસનમાં બિરાજીત ‘બાપ્પા’ની મૂર્તિ ખૂબજ સુંદર છે. તથા પી.ઓ.પી. મૂર્તિને ત્યજી માટીની મૂર્તિ લેવાનો આગ્રહ દરેક ભકત રાખે તો પર્યાવરણને નુકશાન થતું અટકશે તો સૌ રાજકોટવાસીઓને માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ પસંદ કરે એવી અપીલ છે.

‘બાપ્પા’ના વધામણા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ: વર્ષાબેન

અબતક સાથેની વાતચીતમં વર્ષાબેન પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, જયારે શહેરમાં ઉત્સાહભેર બાપ્પાના આગમનને ભકતોમાં અલગ જ ખુશી જોવા મળે છે. ત્યારે દીકરીઓનાં હાથે જ મૂર્તિઓનો શણગાર કરી ફુલોથી હિરા-ઝવેરાત બાપ્પાને શણગાર કરવામાં આવે છે. જે દિકરીઓ બેથી ત્રણ મૂર્તિ માત્ર એક જ દિવસમાં બનાવે છે તો સો શહેરીજનોને ગણેશચતુર્થીની શુભેચ્છા તથા ઈકોફ્રેન્ડલી મૂર્તિ ખરીદી  પર્યાવરણને બચાવવા માટે  અનુરોધ છે.

કાગળમાંથી બનાવેલ “બાપ્પા” મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર: ડો. નૂતન ગોકાણી

અબતક સાથેની વાતચીતમાં તબીબ નૂતન ગોકાણીએ જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષ અમે મહારાષ્ટ્રથી સુંદર સુદર મૂર્તિઓનો ખજાનો  લઈ આવીએછીએ. જેમાં સારા રંગમા, કદમા, વસ્ત્રોમા, આ ઉપરાંત આ વખતે કાગળમાંથી બનાવેલ મૂર્તિઓ પણ ઉપલબ્ધ છે જે એકદમ માટીની મૂર્તિ હોય એવું લાગે છે. અમારે  ત્યાં 4 ફૂટથી માંડી 10 ફૂટ સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે. એ પણ ઈકોફ્રેન્ડલી જેવી પર્યાવરણ સાથે કોઈ ચેડાં ન થાય અને તરત જ મૂર્તિ ઓગળી જાય એવી ગણપતિ બાપ્પાની અનેકવિધ મૂર્તિઓ અવનવા શણગાર સાથે મળી રહેશે.

ઈકોફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ આપવા માટે અમે કટીબધ્ધ: અમી વણઝારા

અબતક સાથેની વાતચીતમાં અમી  વણઝારાએ જણાવ્યું હતુ કે છેલ્લા 12 વર્ષથી રાષ્ટ્રીય શાળા ખાતે ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છીએ.  ત્યારે રાજકોટવાસી માટે અવનવી મૂર્તિનોખજાનો લઈને આવ્યા છીએ જેમાં વિવિધ ભાતમાં મૂર્તિ મળી રહેશે. તથા ઈકોફ્રેન્ડલી ફકત માટી તથા તેમાં પણ લાલરંગ, સફેદરંગ ગણપતિ બાપ્પા તથા વિવિધ સ્વરૂપ સિધ્ધીવિનાયક, લાલબાગ કા રાજા, પૂનાના દગડુ શેઠ સહિતના  સ્વરૂપ અમે લાવ્યા છીએ.

અવનવા રંગ-રૂપ સાથે ગણેશજીને મૂર્તી તૈયાર કરાય: દિલીપ કકકડ

અબતક સાથેની વાતચીતમાં કાજલ મૂર્તિ ભંડારના દિલીપ કકકડે જણાવ્યું હતુ કે અમે છેલ્લા 7 વર્ષથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ જાતે બનાવી લોકોને  વહેચીએ છીએ તેમાં પણ માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ  જેમાં અદભૂત શણગાર સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ગ્રાહકો માટે  આકર્ષણનું કેન્દ્ર બને છે. અમે શિયાળાથી જ  મૂતિઓ બનાવવાનું શરૂ કરીએ છીએ. ત્યારે ગણેશચતુર્થીએ લોકોને સુંદર-સુંદર મૂર્તિઓ  આપી શકીએ છીએ અને આ વખતે બજારમાં એકદમ સુંદર આકર્ષક તેમજ સૌના મન મોહી લે એવી મૂર્તિઓ અમે લાવ્યા છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.