દેવતાઓમાં સૌથી પહેલા પૂજય એવા ભગવાન ગણેશજીના ગણેશોત્સવને ઉજવવા ભાવિકોમાં ભારે ઉત્કંઠા પ્રવર્તી રહી છે. આગામી 31 ઓગષ્ટથી પ્રારંભ થનારા ગણેશોત્સવ માટે અત્યારથીજ ગણપતિની મૂર્તિને નયન રમ્ય ભકિતસભર બનાવવા ગણેશજીની મૂર્તિને કંડારવામાં કારીગરો રાત દિવસ એક કરીરહ્યા છે.
શહેરના અયોધ્યાચોક, રૈયારોડ, શીતલપાર્ક પાસે સહિતના વિસ્તારોમાં ગણપતિની કલરફૂલ-નયનરમ્ય પાંચ ઈંચથી પંદર વીસ ફૂટ ઉંચી મૂર્તીઓને આકાર આપવામાં પરિવાર સાથે ભકિતભાવ પૂર્વક કામે લાગ્યા છે.
એક, ત્રણ, પાંચ, સાત અને નવ, અગિયાર દિવસ સુધી ગણપતિજીની મૂર્તિને વિવિધ પંડાલોમાં વિધિવત સ્થાપીત કરીને ભાવિક ભકતો ગણેશજીની આરાધના કરશે. અબાલ વૃધ્ધ સૌ કોઈ પોતાના શેરી મહોલ્લા અને પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરીને એકથી અગીયાર દિવસ સુધી આરાધના કરશે.