વિઘ્નહર્તા ગજાનન ગણપતિની ભાવ ભક્તિના રંગમાં સમગ્ર ભારત રંગાયેલું છે ત્યારે રાજકોટમાં પણ ઠેરઠેર બાપ્પાની ભક્તિ માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા અંકુર મેઇન રોડ પર શ્રધ્ધાથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અહીં રોજ હજારો શ્રધ્ધાળુઓ બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ સાથે વિસ્તારના રહેવાસીઓ દ્વારા મહાઆરતી, ગણેશની પૂજાના વિવિધ કાર્યક્રમોની રોજ અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ મંડળ દ્વારા વિવિધ સામાજીક કાર્યો પણ કરવામાં આવે છે જેવા કે મહુડી આરોગ્ય કેન્દ્ર દ્વારા ત્રણ દિવસ લોકો માટે બુસ્ટર ડોઝ વેક્સિનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 65 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી.
ક્રિષ્ના યુવા ગૃપ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગણેશોત્સવની જાજરમાન ઉજવણી
અંકુર રોડ કા રાજા ગણપતિના મહાઆરતી પ્રસંગે વિશેષ અતિથિ તરીકે મેયર ડો.પ્રદિપ ડવ ઉ5સ્થિત રહ્યા હતા અને ગણેશજીની આરતી કરી, ભાવિક ભક્તો તેમજ રહેવાસીઓ જોડે બાપ્પાની ભક્તિમાં સહભાગી બન્યા હતાં.
અંકુર રોડ કા રાજા લોકોના હૃદયમાં વસી ગયા છે: મેયર
અંકુર રોડ કા રાજાના દર્શનાર્થે વિશેષ અતિથિ તરીકે હાજર રહેલ ડો.પ્રદીપ ડવે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે અંકુર રોડ કા રાજા લોકોમાં વિશેષ સ્થાન ધરાવે છે. સંચાલકો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે તથા રોજ સાંજે 7.30 વાગ્યે ભક્તો દ્વારા બાપ્પાની આરતી કરવામાં આવે છે. આ સાથે તેમણે ‘અબતક’ના માધ્યમથી દરેક રાજકોટવાસીઓને ગણેશોત્સવની શુભેચ્છા પણ પાઠવી હતી.
રહેવાસીઓના સહકારથી અંકુર રોડ કા રાજાનું સુંદર આયોજન થઇ શક્યું છે: જેકી પટેલ
અંકુર રોડના રહેવાસી તેમજ ગણેશોત્સવના આયોજક અંકુર પટેલે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રહેવાસીઓના સાથ સહકારથી અમે સુંદર રીતે અંકુર રોડ કા રાજા ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દાંડીયા રાસ, સત્યનારાયણની કથા, બટુક ભોજન તેમજ બાળકો માટે વિવિધ રમતગમતનું રોજ આયોજન કરીએ છીએ.