બે વર્ષ બાદ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકો કરશે દુંદાળા દેવની આરાધના: કાલે શુભ મુહુર્ત વિઘ્નહર્તાની કરાશે સ્થાપના આ વર્ષ 11 ના બદલે 10 દિવસે બાપ્પાને અપાશે વિદાય
ભાદરવા સુદ ચોથ અર્થાત ગણેશ ચર્તુથી સંવત્સરીના શુભ મંગલ દિવસે આવતીકાલે દેશભરમાં ગણેશોત્સવનો મંગલકારી આરંભ થશે. કોરોના કાળમાં બે વર્ષ બાદ ભાવિકો દ્વારા સાર્વજનીક ગણેશ મહોત્સવમાં ભકિતભાવ સાથે દુંદાળા દેવની ભકિત કરવામાં આવશે આ વર્ષ એક તીથીનો અક્ષ હોવાના કારણે 11ના બદલે દશમાં દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવશે આવતીકાલે બુધવારે સવારે શુભ મુહુર્ત ગજાનનની સ્થાપના કરવામાં આવશે.
ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ 14 સુધી દેશભરમાં 11 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પૂર્વ સમાજને એક કરવા બાળ ગંગાઘર તિલક દ્વારા મહારાષ્ટ્રની ગણેશ ઉત્સવની શરુઆત કરવામાં આવી હતી. આજે ગણેશ મહોત્સવની માત્ર મહારાષ્ટ્ર નહી પરંતુ દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર કરતા પણ વિશેષ ઉજવણી ગુજરાતમાં કરવામાં આવે છે. તેવું કહેવામાં આવે તો જરા અમથી પણ અતિશીયોકિત નથી. રાજયમાં નાના ગામડાથી માંડી મેટ્રો સિટી સુધી તમામ જગ્યાએ વિઘ્ન હર્તાની સતત દશ દિવસ સુધી ભકિત કરવામાં આવશે. મહારાષ્ટ્રને પણ ટકકર આપે તેવા વિશાળ સાર્વજનીક પંડાલો ઉભા કરવામાં આવે છે.
સામાન્ય રીતે ગણેશ ઉત્સવ 11 દિવસ સુધી ઉજવવામાં આવતો હોય છે. ભાદરવા સુદ 4 ના દિવસે દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવે છે અને ભાદરવા સુદ 14 ના દિવસે બાપ્પાને ભકિતભાવ સાથે વિદાય આપવામાં આવે છે. આ વર્ષ એક તીથીનો અક્ષ હોવાના કારણે ગજાનનને દશમા દિવસે જ વિદાય આપી દેવામાં આવશે. કોરોના કાળમાં બે વર્ષમાં સાર્વજનીક ગણેશ મહોત્સવ માટે છુટછાટ આપવામાં આવતી ન હતી. જેના કારણે ભાવિકોએ પોતાના ઘર આંગણે જ ‘દાદા’ ની આરાધના કરી હતી. દરમિયાન આ વર્ષ ફરી એકવાર દેશભરમાં આવશે આજે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે શુભમુહુર્ત બાપાની પંડાળ કે ઘરમાં સ્થાપના કરવામાં આવશે. ભાવિકો દ્વારા સતત દશ દિવસ સુધી દાદાની આરાધના કરશે.
દશ દિવસ સુધી સત્ય નારાયણ ભગવાનની કથા, મોદક સ્પર્ધા, અન્નકુટ દર્શન, રાસોત્સવ, શ્રીનાથજીની ઝાંખી, લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કુંદાળા દેવને વધાવવા પંડાલો સજજ થઇ ગયા છે. સાર્વજનીક ગણેશ મહોત્સવ સાથે ભાવિકો દ્વારા પોતાના ઘરે પણ બાપ્પાની આરાધના કરવામાં આવશે સતત દશ દશ દિવસ સુધી બાપ્પાને લાડ લડાવાયા બાદ વિદાય આપવામાં આવશે. મેઘરાજાએ મહેર ઉતારતા આ વર્ષ આમ પણ લોકોમાં આનંદ લેવડાયો છે. મહોત્સવની જાજરમાન ઉજવણી કરવા લોકોમાં સ્વયંભુ ઉત્સાવ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ઘણા સમથી ભકતો પર્યાવરણને નુકશાન કરતા પીઓપીની મૂર્તિની સ્થાપના કરવાના બદલે ઇકો ફ્રેન્ડલી અર્થાત માટીની મૂર્તિની સ્થાપના કરવા તરફ વવ્યા છે. જેનાથી પર્યાવરણને પણ મોટો ફાયદો થઇ રહ્યો છે. આવતીકાલથી ગણેશ મહોત્સવનો આરંભ થતાની સાથે જ દેશભરમાં ભકિતનો માહોલ છવાય જશે.