અબતક,રાજકોટ

આજથી ગણપતિ મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. ઠેર ઠેર દુંદાળાદેવની વાજતે-ગાજતે સ્થાપ્ના કરવામાં આવી છે. ‘અબતક’ના આંગણે પણ આજરોજ શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર ગણપતિજીને બિરાજમાન કરાયા છે. આજથી તમામ સ્ટાફ પરિવાર દ્વારા વિઘ્નહર્તાની દસેય દિવસ સવાર-સાંજ પૂજા-અર્ચના, મહાઆરતી અને પ્રસાદ ધરાવવામાં આવશે નઅબતક કા રાજાથની મંગલમય પધરામણી થતા સ્ટાફ પરિવારમાં અનેરો આનંદ છવાયો છે.

સૌરાષ્ટ્રમાં ગામે-ગામ પંડાલોમાં શુભ ચોઘડિયે વાજતે-ગાજતે ગણપતિજીનું સ્થાપન; સવાર-સાંજ ભકિતભાવપૂર્વક થશે પૂજા-આરતી; આજથી દસ દિવસ ભાવિકો ગણપતિમય બની આનંદ-ઉલ્લાસથી મહોત્સવ ઉજવશે

ગણપતિ બાપા મોરીયા… આજે ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી સાથે આજે આસ્થાભેર ગણપતિ મહોત્સવનોપ્રારંભ થયો છે. લોકો છેલ્લા કેટલાક દિવસથી મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે ઘડી આજ આવી ચુકી છે. સૌરાષ્ટ્રભરના નાના-મોટા શહેરો, ગામડાઓમાં શેરીએ-ગલીએ અને ચોકે ચોકમાં ગણપતિજીને બિરાજમાન કરી લોકો આજથી દસ દિવસ બાપાની સેવા-પૂજા કરશે. આજે શુભ ચોઘડિયે પંડાલોમાં ભાવિક-ભકતો ગણપતિજીને બિરાજમાન કરી સવાર-સાંજ પુજા-આરતી કરશે.

ગણપતિ બાપા મોરીયા…ના જય ઘોષ સાથે ડી.જે., ઢોલ-નગારાના સથવારે ભાવિકો દુંદાળાદેવને પોતાના સ્થાનકે બિરાજમાન કરશે. ગણપતિ મહોત્સવના મોટા આયોજનોમાં સવાર-સાંજ પૂજા-આરતી ઉપરાંત રાત્રીનાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજીત થયા છે. જેનો પણ શ્રધ્ધાળુઓ લ્હાવો લઈ દશ દિવસ ગણપતિમય બની જશે. કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે સાર્વજનીક ગણપતિ મહોત્સવ મોકૂફ રહ્યા હતા. ત્યારે આ વર્ષે સરકારે કોવિડ ૧૯ની ગાઈડલાઈન પ્રમાણે જાહેર કાર્યક્રમને છૂટ આપતા લોકોના આનંદ-ઉમંગમાં અનેકગણો વધારો થયો છે.

Screenshot 6 7

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તમામ તહેવારો, ઉત્સવો ઉજવવા પર પાબંધી હતી. ત્યારે આ વર્ષે સૌ પ્રથમ ગણપતિ મહોત્સવ ઉજવવા પર છૂટછાટ મળતા લોકો મનભરીને તહેવાર ઉજવશે. જો કે કોવિડ ૧૯ની ગાઈડલાઈન પ્રમાણે મહોત્સવ ઉજવવાનો હોયજેથી કોઈ જાહેર કાર્યક્રમો આ વર્ષે પણ કયાંય નહિ યોજાઈ. આજે ગણેશ ચતુર્થીએ વિઘ્નહર્તા ઘરે ઘરે જઈ લાડુ જમશે લોકો આજે ગણપતિબાપાના પ્રિય લાડુનો થાળ ધરશે. અને ભકિતભાવ પૂર્વક પૂજા-અર્ચના કરશે. આજે ચિત્રાનક્ષત્ર, બ્રહ્મયોગ તથા રવિયોગમાં ગણેશ ચતુર્થી ઉજવાશે.

ચિત્રા નક્ષત્રના ગ્રહોમાં સ્વામી મંગળ છે. મંગળગ્રહના દેવતા ગણપતિદાદા છે. આથી ચિત્રા નક્ષત્રને શુભ ગણવામાં આવેલ છે. બ્રહ્મયોગ ઉતમ છે. તથા રવિયોગ દિવસના બધા જ અશુભનો નાશ કરનારો હોવાથી આ પણ શુભ છે. આમ આજે ગણેશચતુર્થી ઉતમ રહેશે. આ વર્ષે ગણપતિ ઉત્સવ ૧૧ દિવસના બદલે ૧૦ દિવસનો રહેશે. તેરસ તિથિનો ક્ષય હોતા ૧૦ દિવસ ગણપતિ મહોત્સવ ચાલશે.

Screenshot 7 8

જસદણ: કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે જસદણમાં આજે ઘરે ઘરે તેમજ હાઈસ્કુલ રોડ, વાજશુરપરા આદમજી રોડ, ચિતળીયાકુવા રોડ, મોતીચોક, ટાવર ચોક, આટકોટરોડ, સ્ટેશન રોડ, શાક માર્કેટ, પારેવાનો ઓટો, લાતીપ્લોટ, જેવા વિવિધ ચોક વિસ્તારોમાં આજે ગણપતિજીનું સ્થાપન થયું હતુ. કોઈએક દિવસ, કોઈ ત્રણ દિવસ કોઈ પાંચ દિવસ અને કોઈ દશે દશ દિવસ દાદાને બીરાજમાન કરશે. દરરોજ સવાર સાંજ આરતી ધૂન અને ભકિત સંગીતના કાર્યક્રમો થશે. છેલ્લે દિવસે વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજી સમાપન કરશે. નગરજનોને જસદણના પ્રથમ નાગરીક નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂ પારેલીયાએ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.