દસ દિવસ દરમિયાન ગણપતિના પૂજન-અર્ચન, મહાઆરતી, નાટક રાસ-ગરબા વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમો બાદ ગઇકાલે શ્રધ્ધાભક્તિ પૂર્વક ભાવિકોએ ગણપતિને ભારે હૈયે આપી વિદાય
મોહે નીંદ નહીં, મોહે ચેન નહીં, મેં તો ગઇ પંડાલ કે પાસ રે, અગલે બરસ તું જલ્દી આ…બાપ્પા…..
વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટી સમ પ્રભ, નિર્વિઘ્નમ કુરૂમે દેવ, સર્વ કાર્યેસુ સર્વદા…..
હિન્દુ શાસ્ત્રની પરંપરા મુજબ કોઇપણ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગજાનન ગણપતિ મહારાજનું આહવાન કરવામાં આવે છે. ત્યારે ભાદરવા સુદ-4 એટલે ગણેશ ચતુર્થી આમ ગણેશ ચતુર્થીથી ભાદરવા સુદ-14 દસ દિવસ ગણેશોત્સવ મહારાષ્ટ્ર સહિત હવે તો સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે. ગણપતિના મોટા મોટા પંડાલો અને તેમાં પણ ગણપતિની વિરાટ મૂર્તિઓ, દરરોજ સવાર-સાંજ પૂજન-અર્ચન, મહાઆરતી, અન્નકૂટ, રાત્રે રાસ-ગરબા, ભજન-કીર્તન, ડાયરા, નાટકો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આમ દરરોજ ગણેશના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે.
આમ દસ દિવસ બાપ્પાના પૂજન-અર્ચન બાદ અગિયારમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે.
ગઇકાલે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જનનો દબદબાભેર કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન-મંત્રોચ્ચાર સાથે ગણપતિ બાપ્પાની મહાઆરતી બાદ ઢોલ-નગરા સાથે ગણપતિ બાપ્પા મોરિયા, પૂઢ્ચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે ભારે હૈયે વિદાય આપવામાં આવી ત્યારે ભક્તોના મુખારવીંદ માંથી ગણપતિ અપને ગાંવ ચલે, કૈસે હમકો ચેન પડે તેવા શબ્દો શરી પડે તે સ્વાભાવિક છે.
ત્રિકોણ બાગ કા રાજા
“ત્રિકોણ બાગ કા રાજા” ગણપતિ મહોત્સવ-ર0ર1, જે છેલ્લાં રર વર્ષથી રાજકોટમાં અવિરત એક જ જગ્યાએ ભક્તિભાવથી ઉજવાય છે. આ વર્ષે રાજકોટની રંગીલી જનતા સમક્ષ અનોખા અંદાજમાં રજૂ થયો, 10 દિવસ દરમ્યાન કાર્યક્રમોની વિવિધતા, વિશિષ્ટતાએ સુરી નગરજનોનું ધ્યાન ખેંચ્યુ પરિણામે દરરોજ મહાઆરતીના પ્રારંભથી નિર્ધારિત કાર્યક્રમોના સમાપન સુધી ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ રહેતી હતી.
ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવના આદ્યસ્થાપક અને અધિક્ષક જીમ્મી અડવાણી સંબંધિત સૌની સેવાઓનું ઋણ સ્વીકાર કરીને સહયોગી સર્વેનો આભાર માનતા જણાવે છે કે અમારા રરમાં ગણેશોત્સવની અભૂતપૂર્વ સફળતામાં પ્રત્યેક્ષ યા પરોક્ષરૂપે યોગદાન આપનાર શહેરના ધર્મજ્ઞ, વિજ્ઞાપન દાતાઓ, રાજકોટ મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, મીડીયા જગતના તંત્રીઓ, અખબાર નવેશો, ન્યૂઝ ચેનલોના પત્રકાર મિત્રો, શહેર ટ્રાફિક પોલીસ, શહેર વીજ કંપનીના અધિકારીઓ, ત્રિકોણ બાગ ચોકના સહૃદયી વેપારી મુરબ્બીઓ, ગણેશ ઉપાસના પર્વના 10 દિવસ દરમ્યાન સાયં મહાઆરતીમાં ભક્તિભાવથી સામેલ થયેલ શહેરના વિવિધક્ષેત્રના શ્રેષ્ઠી મહાજનો, સંતો-મહંતો, રાજકોટના ડે.મેયર, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો તથા દર્શનાર્થે પધારેલાં હજારો ભાવિકોનો સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના નિયામક જીમ્મી અડવાણી તથા સમિતિના સભ્યો ચંદુભાઇ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણ, યોગેન્દ્ર છનીયારા વગેરેએ જાહેર આભાર માન્યો હતો.
શહેર ભાજપ દ્વારા કાર્યાલય ખાતે જ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગણપતિ વિસર્જન
રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય- સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભક્તિપૂર્વક આયોજન નવમાં દિવસે છપ્પન ભોગ તથા મહાઆરતીમાં વોર્ડ નં.17 અને 18ના ભાજપ આગેવાનો જોડાયા હતાં. ‘ગણપતિ મહારાજનાં દશાંશ હવન’ સાથે ગણપતિ મહોત્સવનું સમાપન સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ બપ્પા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આના ના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાઈ આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, નિતીન ભારધ્વાજ, બીનાબેન આચાર્ય, ગોિંવંદભાઈ પટેલ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. પ્રદિપ ડવ, ડો. દર્શીતાબેેન શાહ, પુષ્કર પટેલ, વીનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, વિક્રમ પુજારા, અનીલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, કિરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, મહેશ અઘેરા, વજુભાઈ લુણસીયા, લલીત વાડોલીયા, જે.પી. ધામેચા,યોગેશ ભુવા સહિતનાં સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો બહોળી સંખ્યામાં જોડાઈ આ વિસર્જન મહાઆરતીનો લાભ લઈ ગણપતિ ને પ્રિય મોદકનો પ્રસાદ ગ્રહણ ર્ક્યો હતો.અને ગણપતિ દાદાની પ્રતિમાનું ભાજપ કાર્યાલય ખાતે જ કુંડમાં વિસર્જન કરી તેને ભાવભીની વિદાય આપી હતી અને ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
આ તકે ગણપતિ યજ્ઞમાં પરેશ હુબંલ અને તેમનાં ધર્મ પત્નિ ઉપસ્થિત રહયા હતાં અને શાસ્ત્રી બાલુભાઈ મહારાજ અને અન્ય ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતુ. તેમજ કોરોનાની મહામારીનાં કારણે સાદગીપુર્ણ આયોજનમાં પણ સહભાગી બની આ ગણપતિ મંગલ મહોત્સવને સફળ બનાવવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે સૌનો જાહેર આભાર વ્યક્ત ર્ક્યો હતો.