સૌરાષ્ટ્રમાં ગામે ગામ દુંદાળા દેવનું મંગલ સ્થાપન: ભાવીકો ગણપતિ આરાધનામાં થયા લીન: આજે ગણેશ મહોત્સવનો બીજો દિવસ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવનો આરંભ થયો છે. ગઈકાલે ગામે ગામ વાજતે ગાજતે દુંદાળા દેવનું મંગલ સ્થાપન કરવામાં આવ્યું હતું. રાત પડે ને જાણે દિવસ ઉગતો હોય તેમ ગણેશ પંડાલો ભાવીકોથી છલકાય જાય છે. આજે ગણેશ મહોત્સવનો બીજો દિવસ છે. ઠેર-ઠેર અનેકવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે.
ઉના
ઉનામાં ગણેશ મહોત્સવ દયાનંદના રાજા બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પ્રથમ દિવસે જ ભાવીકો દર્શનાર્થે ઉમટી પડયા હતા.
કુંભાવાડા પ્રજાપતિ વાડીની સામે કૈલાસ નિવાસ કેશુભાઈ ગોલાવાળા નિવાસ સ્થાને ગણપતિ સ્થાપન કરાયું છે.
ઘેલા સોમનાથ
શ્રી ઘેલા સોમનાથ મંદિરે જે.બી.રાઠોડ, મામલતદાર કચેરી જસદણના સહયોગથી ગણપતિ દાદાની મુર્તિની સ્થાપના કરી પૂજા-અર્ચના મંદિરના પુજારી હસુભાઈ જોશીએ કરેલ. આ તકે મંદિરના વહીવટદાર શ્રી મનુભાઈ શીલુ તેમજ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદુભાઈ માઢક, મેનેજર વિરગીરીભાઈ, જે.બી.રાઠોડ, ગજેન્દ્રભાઈ રામાણી, (સુગરભાઈ) હીરેનભાઈ સાકરીયા ઉપસ્થિત રહેલ અને પ્રારંભનો લાભ લીધો હતો.
દ્વારકા
દ્વારકાના જલારામ મંદિર પટાંગણમાં તથા સોમેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં ગણેશોત્સવ દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ગણેશ મહોત્સવનો શુભારંભ થયો છે. દ્વારકાના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી કલ્પેશભાઈ ભટ્ટની સુમધુર સંગીતમય કથા શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ રાત્રીના ૯ કલાકથી થનાર છે. કથા શ્રવણનો સમય રાત્રે ૯ થી ૧૨ સુધીનો રહેશે. કથા વિરામ તા.૩૧ ઓગષ્ટના રોજ થનાર છે. સાથો સાથ ગણેશોત્સવ દરમ્યાન પણ વિવિધ ઉજવણી કરવામાં આવશે.
દામનગર
દામનગર શહેર માં વિવિધ વિસ્તાર માં વક્રતુંડ મહાકાય ગૌવરીનંદન ની નગર યાત્રા શહેર ની મુખ્ય બજાર માં થઇ વિવિધ જગ્યા એ ગણેશ સ્થાપના દામનગર ની ગંધિયા શેરી માં ઇસ્માઇલી ખોજા પરિવારે પોતા ના ધેર ગણેશ સ્થાપના કરી ઇસ્માઇલી ખોજા જીવાણી ફિરોઝભાઈ એ પોતા ના ઘેરે ગણેશ સ્થાપના કરી સર્વધર્મ સમભાવ નો સંદેશ આપ્યો છે દામનગર ના ઠાકોર સમાજ દ્વારા જૂની શાકમાર્કેટ પાછળ કોળી વાડ ના ગણેશ સ્થાપના ઠાકોર સેના ના યુવાનો દ્વારા કરાય દામનગર ના ખોડિયાર નગર માં ગણેશ સ્થાપના પુરબીયા શેરી ના યુવાનો એ ભવ્ય શોભાયાત્રા સાથે ધામધૂમ થી પુરબીયા શેરી માં ગણેશ સ્થાપના કરી છે.
ગોંડલ
ગંગોત્રી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા દુંદાળા ગણેશ દેવની સ્થાપના કરવામાં આવી. આ તકે ગણેશજીને વિવિધ શણગાર સજી હૃદયપૂર્વક આરતી ઉતારી થાળ ધરવામાં આવ્યો. ગંગોત્રી સ્કૂલમાં દર વર્ષની જેમ આ વખતે પણ દુંદાળા દેવને પાંચ દિવસ વિવિધ શણગાર કરી અને ભાવપૂર્વક આરતી કરીને વિવિધ થાળ ધરશે.
ઓખા
ઓખામાં પ્રથમ તો એક જ ગણેશની સ્થાપના થતી હતી પરંતુ હમણા થોડા વર્ષોથી અહીં ગામના દરેક એરીયા વાઈસ નોખા નોખા ગણેશ પંડાલો ઉભા કરવામાં આવે છે અને ગણેશની મુર્તીઓની સ્થાપના કરવામાં આવે છે.
આ વર્ષે ઓખામાં ૧૭ અને બેટ ગામમાં ત્રણ જેટલી આમ કુલ ૨૦ જેટલા ગણેશ મુર્તીની સ્થાપનાઓ થયેલ છે અને દરેક સ્થાનોમાં અગિયાર દિવસ સુધી જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવી ખુબ જ ધામ ધુમથી આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. અહીં સમંદર કિનાર સંમદરકા રાજા, ઓખા નવીબજારમાં નવીબજાર કા રાજા અને હાઈસ્કૂલ રોડ પર ઓખાના રાજા બીરાજશે અને સમુદરની વચ્ચે આવેલ બેટ ગામમાં સમન્દર કે સહેનશાહ બીરાજશે. અહીં ઓખા ગાંધીનગરી ભૂંગા વિસ્તારમાં મુસ્લિમ લોકો પણ ગણેશ પુજા કરવા તથા મુસ્લિમ મહિલાઓ ગણેશની આરતીમાં ભાગ લેવા બહુ જ ઉત્સાહથી આવે છે.
મોરબી–ખાખરેચી
મોરબીમાં ખાખરેચી દરવાજાની બાજુમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાખરેચી દરવાજા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાખરેચી દરવાજા પાસે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગણેશોત્સવનું આયોજન કરાયું છે.
ગઈકાલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે વાજતે ગાજતે ધામધૂમથી સામૈયા કરી દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
સોમનાથ
સોમનાથ પરિસર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે કપર્દિ વિનાયક મંદિરે ગણપતીજીની મહાપુજા કરવામાં આવી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી ના હસ્તે ગણપતી મહાપુજન કરવામાં આવેલ. પુજન બાદ આરતીનુ આયોજન કરવામાં આવ્યુ. ગણેશચતુર્થી ના પાવન દિવસે બહોળી સંખ્યામાં યાત્રીઓ પુજામાં જોડાયા હતા આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારી કર્મચારી જોડાયા હતા. આ પુજન તા.૦૫.૦૯.૨૦૧૭ ભાદરવા સુદ-૧૪ સુધી નિત્ય કપર્દિ વિનાયક મંદિર,સોમનાથ મંદિર પરિસર ખાતે યોજાશે જેનો લ્હાવો લેવા સૌ ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે.
માણાવદર
માણાવદરમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસ મોટી સંખ્યામાં ગૌરીનંદન ગણેશ ધામધૂમથી બિરાજમાન થયા હતા. શ્રધ્ધાળુઓએ બેન્ડવાજા ની સુરાવલી તેમજ અબીલ – ગુલાલો છાંટી ને વાજતે – ગાજતે બાપ્પાના સામૈયા કર્યો હતા અનેક શ્રધ્ધાળુઓ એ ધરે – ધરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે.છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તૈયારી સાથે માણાવદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલ પંડલોમાં ધામધૂમથી ગણેશજી ની સ્થાપના કરી ગણપતિ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજુલા
રાજુલામાં ૨૦ જેટલા ગણેશજીની સ્થાપનાઓ થઇ છે ઠેકઠેકાણે ગણેશજીના પંડાલો નખાયા છે. જેમાં હોસ્૫િટલ નજીક બ્રાહ્મણ બોર્ડીગ પાસે યાદવ ચોક, સવિતા નગર વડનગર હવેલી ચોક સહીતના વિસ્તારોમાં ભાવપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
ઉપલેટા
ઉપલેટાના ક્રિશ્ર્નાગ્રુપ દ્વારા પોલીસ લાઈન પાછળ ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક પૂજન અર્ચન કરી સ્થાપન કરવામાં આવ્યું હતુ સતત ૧૦ દિવસ સુધી દરરોજ સાંજે મહાઆરતી બાદ પ્રસાદ આપવામાં આવશે. પ્રથમ દિવસે ગણપતિજીની મહાઆરતી ભાવેશભાઈ સુવા, મયુરભાઈસુવા, ક્રિશ્ર્નાબેન સુવા, મિતલબેન સુવાના હસ્તે કરવામાં આવી હતી
ધોરાજી
ધોરાજી માં પણ ઠેર ઠેર વિધ્ન હર્તા એવાં ગણેશ સ્થાપના કરે છે ધોરાજી નાં બાવલા ચોક , દોશી શેરી , મોચી બજાર , મહાલક્ષમી ચોક , સ્ટેશન રોડ , રામ મંદિર ચોક , જમનાવડ રોડ , ખરાવડ રોડ તથા શહેર અસંખ્ય વિસ્તારો માં તથાં પોતાના ઘરે ગણેશ સ્થાપના કરવામાં આવી છે નાંના મોટી ગણેશ મૂર્તિ ની સ્થાપના માં તથાં ભક્તિ માં ભક્તો લીન થઇ ગયાં હતાં :
દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક ઢોલ નગારા તો કયાંક ડીજેના તાલ વચ્ચે ગણેશજીની રોજ પધરામણી કરાવવામાં આવી છે. દરોજ જૂદી જૂદી થીમ પર ગણેશજીને શણગાર કરવામાં આવે છે ત્યારે ધોરાજી નાં રામ મંદિર ચોક ભાકુંભાપરા વિસ્તાર માં ગણેશ ચતુર્થી નિમિતે આજ સાંજે મહાઆરતી કરવામાં આવી હતી આજે ગણેશ ચતુર્થી નિમિતે આજથી વાજતેગાજતે ઠેર ઠેર વિધ્નહર્તા ગણપતિ ગજાનન ની સ્થાપના કરવામાં આવી છે મૂખ્ય માર્ગો તથા શહેર ની ગલીઓ કે ચોક કે ભક્તો નાં ઘરે પંડાલ માં ગણેશ સ્થાપના કરવામાં આવી છે ઠેર ઠેર ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો દુંદાળા દેવની પૂજા ઉપાસના કરવામાં આવી છે
મોરબીમાં ગણેશોત્સવમાં ગણપતિ કથાનું આયોજન
મોરબીના લીલાપર રોડ પર સ્થિત રામોજી ફાર્મમાં યોજાયેલ સિદ્ધિ વિનાયક કા રાજા પંડાલ માં આગામી તા.૨૭ થી ગણપતિ માહાત્મ્ય કથાનું આયોજન કરાયું છે,ગણેશોત્સવમાં ગણપતિ કથાનું આ પ્રથમ આયોજન હોય ભવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે છેલ્લા નવ વર્ષથી યોજાતા ગણેશોત્સવમાં આ વર્ષે બે લાખ ચોરસમીટર જગ્યામાં સિદ્ધિ વિનાયક કા રાજા બિરાજમાન થયા છે જેમાં અનેરા આકર્ષણ રૂપે આ વર્ષે પંડાલમાં ગણેશ મહાત્મય કથાનું આયોજન કરાયું છે જેમાં તારીખ ૨૭ થી વેદાંતચાર્ય ડો.દિલીપજી પૈજા ભગવાન શ્રીગણેશજીની કથાનું રસપાન કરાવશે.
ગણેશોત્સવના આયોજન અંગે અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે આ ગણેશ માહાત્મ્ય કથામાં સિદ્ધિ વિનાયક ઉપાસના,ગણેશ જન્મોત્સવ, સિદ્ધિ વિનાયક અષ્ટોતરી લીલા,માતા પિતાને વંદન સહિતના પ્રસંગોની ભાવ ભેર ઉજવણી કરાશે. આ ઉપરાંત સમાપન સમયે તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવના પંડાલ માં ભવ્ય રોશની લાઇટિંગ ડેકોરેશનની સાથે પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે જેમાં મુંબઈના લાલબાગ કા રાજા ના નિર્માણકારો દ્વારા નિર્માણ થયેલ સિધ્ધિ વિનાયક કા રાજા ની પ્રતિમા અદભુત સ્વરૂપના દર્શન કરાવી રહી છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવી વિશાળ જગ્યામાં યોજાનાર આ ગણેશોત્સવમાં બાળકોને મોજ પડે તે માટે અલાયદા મેદાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેમાં બાળકો માટે મનોરંજન થાય તેવા સાધનો અને રાઈડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજક અરવિંદભાઈ બારૈયાએ અંતમાં જણાવ્યું હતું.