Abtak Media Google News
  • ગેમઝોન અને એમ્યુઝમેન્ટ રાઇડ્સ સેફટીના સરકારે બનાવ્યા નિયમો
  • નિયમો અંગે વાંધાજનક સૂચનો નાગરિકો મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ મોકલી શકશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત ન્યૂઝ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોનની આગ જેવી ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-2024” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ

https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf  પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન, 2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી [email protected] પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25 જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ- 33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.