ગુજરાતમાં પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી અને મણિપુર-ગોધાવી, નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર, બોર્ડ ઓથોરિટી ઓફ ગુજરાત અરેના, આઇઆઇટી જીએનએન આરન્ય ઉદ્યાન, સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના, એકા અરેના, કેન્સવેલા ગોલ્ફ ક્લબ સહિતની જગ્યાએ યોજાશે
2036 ની ઓલમ્પિકની યજમાની કરવા માટે ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ કેટલીક રમતો રમાશે. જો કે મોટાભાગની રમતો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર ની આસપાસના વિસ્તારોમાં જ યોજવાની છે આ ઉપરાંત કેટલીક રમતો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ યોજાશે.
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી ઓલિમ્પિક તૈયારી સમીક્ષા બેઠક દરમિયાન જાહેર કરાયેલા પ્રારંભિક માસ્ટર પ્લાન મુજબ, 2036 ઓલિમ્પિકની 80 ટકા રમતગમતોનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં થશે, જ્યારે 20 ટકા રમતો અન્ય ચાર રાજ્યોમાં યોજાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભાટ અને આસપાસના વિસ્તારોમાં બની રહેલા ઓલિમ્પિક વિલેજના 20 કિમીના ત્રિજ્યામાં અમદાવાદ અને ગાંધીનગરમાં 14 સ્થળોએ 30 રમતો રમાશે.
દસ્તાવેજમાં જાહેર કરાયેલ આંતર-રાજ્ય રમતો યોજના અનુસાર, ગોવામાં સર્ફિંગ અને સેઇલિંગ, ભોપાલ, મધ્યપ્રદેશમાં કેનોઇંગ સ્લેલોમ; ઉત્તરાખંડમાં સાયકલિંગ માઉન્ટેન બાઇક, મહારાષ્ટ્રના પુણેમાં રોઇંગ, ફ્લેટવોટરમાં કેનોઇંગ અને મુંબઈમાં ક્રિકેટ અને ફૂટબોલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.
આ રાજ્યોમાં, રમતગમતના કાર્યક્રમો હાલની રમતગમત સુવિધાઓમાં યોજાશે,” સૂત્રોએ જણાવ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (ઈંઘઈ) ની જરૂરિયાતો અનુસાર ભવિષ્યના ઓલિમ્પિક સ્થળો માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઓલિમ્પિક વિલેજ અમદાવાદના મોટેરામાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નજીક સ્થાપિત કરવામાં આવશે. ભાટ વિસ્તારમાં ઓલિમ્પિક વિલેજના 20 કિમીના ત્રિજ્યામાં, અમદાવાદ અને ગાંધીનગરમાં 14 સ્થળોએ 30 થી વધુ રમતોનું આયોજન કરવામાં આવશે. વિકાસ સાથે સંકળાયેલા નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી અને મણિપુર-ગોધાવી (દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના) માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે નવી માળખાગત સુવિધાઓ બનાવવામાં આવશે. ગુજરાતમાં પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી અને મણિપુર-ગોધાવી, નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર, બોર્ડ ઓથોરિટી ઓફ ગુજરાત અરેના, આઇઆઇટી જીએનએન આરન્ય ઉદ્યાન, સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના, એકા અરેના, કેન્સવેલા ગોલ્ફ ક્લબ સહિતની જગ્યાએ રમતો યોજાશે.