ખેલમહાકુંભમાં યુવાનો,મહિલાઓ,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ શકશે. જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦૦૦ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ૧૫૫૦૦, તથા જૂનાગઢ શહેરમાં ૯૫૦૦ રજીસ્ટ્રેશન નોંધાયા છે.
ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન તા.૧૫ જુલાઈથી શરૂ થઈ ચૂકયું છે. જે આગામી તા૧૫/૮/૨૦૧૯ સુધી થઈ શકશે. રજીસ્ટ્રેશન વેબસાઈટ www.Khelmahakumbh.org, એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ એપ Khelmahakumbh-2019 પર , ગ્રામ્ય કક્ષાએ જે તે શાળામાં,જિલ્લા કક્ષાએ જિલ્લા રમતગમત કચેરી, તથા સીધા રાજય કક્ષાએ જિલ્લા રમતગમત કચેરી પરથી કરી શકાશે.
ખેલમહાકુંભ ૨૦૧૯ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાએ સંભવિત તા.૨૮/૮/૨૦૧૯ થી તા.૩૧/૮/૨૦૧૯,તાલુકા કક્ષાએ સંભવિત તા.૧/૯/૨૦૧૯ થી તા. ૮/૯/૨૦૧૯ જયારે જિલ્લા કક્ષાએ તા.૯/૯/૨૦૧૯ થી તા. ૨૦/૯/૨૦૧૯ સુધી અને રાજય કક્ષાએ સંભવિત ઓકટોબર-નવેમ્બર ૨૦૧૯માં યોજાશે