બાળકો માટે સૌથી મહત્વનો સમય એટલે વેકેશન બાળકો હોઈ કે પછી મોટેરા તમામ વેકેશન આવતાની સાથે અવનવી જગ્યાએ જવા માટે અવનવી રમતો રમવા માટે તૈયારી કરતા હોઈ છે પણ શું તમે જનો છો કે એ તમામ રમતો પૈકી ભારત માં શોધાયેલી રમતો કેટલી છે ? અને માનસિક કૌશલ્યની રમતો આજે પણ પ્રચલિત છે અને વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. કેટલીક રમતોનો પરિચય રસપ્રદ છે.
કબડ્ડી :
બે ટીમ દ્વારા રમવામાં આવતી કબડ્ડી કે હૂતૂતુતુ… ભારતમાં ઇ.સ. પૂર્વે ૧૫૦૦ ના ગાળામાં રમાતી કબડ્ડી લોકપ્રિય રમત અને આજે તેની સ્પર્ધાઓ યોજાય છે.
ચોપાટ :
ચાર પટ્ટા અને ચાર ચાર સોગઠા વડે રમાતી ચોપાટ ભારતની પ્રાચીન બુધ્ધિગમ્ય રમત છે. આ રમત ચાર વ્યકિત દ્વારા પાસા ફેંકીને રમાય છે. મહાભારતમાં કૌરવો અને પાંડવો ચોપાટ રમ્યાની કથા છે. કેટલાક પ્રતમાં તેને પચ્ચીસી કહે છે. અંગ્રેજો અને મોગલોમાં તે પ્રિય રમત હતી. અંગ્રેજીમાં તેને ‘ લૂડો’ કહે છે.
બાવન પત્તાનો ગંજીફો :
બાવન પ્રાંત્તા જાણીતી અને લોકપ્રિય રમત છે. બાવન પત્તા ભારતમાં શોધાયેલા વિશ્વના દેશોમાં તે જુદી જુદી રીતે રમાય છે.
સાપ અને સીડી:
સાપ સીડી ભારતની પ્રાચીન રમત છે. તેને મોક્ષપથ કે પરમપદ સોપાનમ કહેતા. આ માત્ર રમત નથી પણ નૈતિક મૂલ્યો શીખવે છે.
ખો ખો:
ખો ખો એક લોકપ્રિય ટેગ રમત છે જે મૂળ મહારાષ્ટ્રની છે. આકસ્મિક અને વ્યવસાયિક રીતે રમ્યા, તે રમતમાં ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા અવાજમાંથી નામ મળ્યું. રમતની લોકપ્રિયતા વિશ્વભરમાં ગઈ જેણે આંતરરાષ્ટ્રીય ખો-ખો ફેડરેશનની સ્થાપના 2018 માં કરી અને તે પછીથી એશિયન ચેમ્પિયનશીપ જેવી ઘણી ઇવેન્ટ્સ જોઇ છે. તેમાં ટીમના 9 ખેલાડીઓ ઘૂંટણ પર બેઠા છે જ્યારે ત્રણ ખેલાડીઓ વિપક્ષ દ્વારા ટે ગ કરવાનું ટાળે છે.