ભીમ અગીયારસ નિમિતે જુગાર રમવાની પંરપરા પૂર્વે જ શહેરમાં જુગારની મૌસમ શરૂ થઇ ગઇ છે. પોલીસે ભીસ્તીવાડ, આશાપુરા અને ભગવતીપરામાં જુગાર અંગે દરોડા પાડી 11 મહિલા સહિત 26ની પોલીસે રૂા.3.20 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. નામચીન ઇમરાન મેણુંની પત્ની દ્વારા ભીસ્તીવાડમાં ચાલતી જુગાર કલબ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભીસ્તીવાડ ચોક પાસે ખાના પેલેસ નજીક સ્લમ કવાર્ટર ભાડે રાખી અલ્કાબેન ઇમરાન મેણું જુગારની કલબ ચલાવતી હોવાની બાતમીના આધારે પ્ર.નગર પી.આઇ. એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ. કે.ટી.પટેલ, હેડ કોન્સ્ટેબલ દેવશીભાઇ ખાંભલા, કુલદીપસિંહ રાણા, યુવરાજસિંહ જાડેજા અને પ્રદિપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.પોલીસે જુગાર અંગે દરોડો પાડયો ત્યારે અલ્કા ઇમરાન મેણું, પંચવટી મેઇન રોડ પર આવેલા સિતારા એપાર્ટમેન્ટમાં રહેતા અશોક ગોવિંદ દવે, ગાંધી સ્મૃતિ સોસાયટીના અરવિંદ લાલજી ગઢીયા, મવડી ચોકડી લાભદીપ સોસાયટીના પ્રવિણ હીરા બોરીચા, કુવાડવા શિવધારા સોસાયટીના મનોજ નરોતમ ગજ્જર, નારાયણનગરના મનિષ દેવરાજ સાવકીયા, ગોવિંદ બાગના વિજય છગન રામાણી, નાગેશ્ર્વર સોસાયટીના ચિરાગ બળવંત ગજ્જર અને રિધ્ધી સિધ્ધી સોસાયટીની રેખાબેન મુન્ના પરમારની ધરપકડ કરી જુગારના પટ્ટમાં રૂા.1.48 લાખ રોકડા, નવ મોબાઇલ અને બે બાઇક મળી રૂા, 2.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

કોઠારિયા રોડ પર આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતી લીલાબેન ડાયાભાઇ રોકડ નામની મહિલા પોતાના ઘરે જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ.આઇ. આર.જે.કામળીયા, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, ફિરોજભાઇ શેખ, રણજીતસિંહ પઢારીયા અને મનરૂપગીરી ગૌસ્વામી સહિતના સ્ટાફે દરોડો પાડી ગુજાર રમતી લીલાબેન ડાયાભાઇ રોકડ, ગુરૂપ્રસાદ સોસાયટીની નયનાબા વનરાજસિંહ સરવૈયા, નવલનગરના શિતલબેન નાનજી હાડા, ગંજીવાડા સંતોષી ચોકની કૈલાશબેન સુરેશ રોજાસરા, વિશ્ર્વ કર્મા સોસાયટીના મનિષાબેન રણજીત બાબરીયા અને રામનાથપરાના રિનાબેન વિનોદ કડેવાલની રૂા.21,470ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ભગવતીપરામાં જાહેરમાં જુગાર રમતા સંજય નટુ ઉધરેજીયા, કનક ધીરૂ ઉધરેજીયા, અરવિંદ જયંતી વાણોદીયા, વિશાલ જયેશ ઉધરેજીયા, સંજય વજુ ઉધરેજીયા, રમેશ મયુર વાણુકીયા, સુભાષ રમેશ વાણુકીયા અને જયેશ જયંતી વાણોદીયા નામના શખ્સોને રૂા.15,190ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.